ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન ચીની સેના સાથે સંઘર્ષ દરમિયાન શહીદ

ભારત અને ચીન (India-China Faceoff)ની વચ્ચે લદાખ સરહદ (Ladakh Border) પર બંને સેનાઓની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઘર્ષણ થયું છે, જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. સેના તરફથી જાહેર અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગૈલવાન ઘાટીમાં ડિ-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે બંને સેનાઓનો આમનો-સામનો થઈ ગયો, જેમાં આપણા જવાન શહીદ થયા. તેમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક સામેલ છે. બંને પક્ષોના વરિષ્ઠ સૈનય અધિકારી હાલનો તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.

ભારત-ચીન વચ્ચે ઘર્ષણ:

– ઈન્ડિયન આર્મી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, હિંસક ઘર્ષણમાં બંને તરફ જાનહાનિ થઈ છે.

– રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણ સર્વિસ ચીફ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે આ મામલે મીટિંગ કરી છે. મીટિંગમાં તાજેતરમાં લદાખમાં ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી.