બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંત સિંહના પિતાએ સીબીઆઇ તપાસની માંગ કરી છે, તે કહે છે કે મોતના બે કલાક પહેલા જ તેમની વાત થઇ હતી. આત્મહત્યા જેવી કોઇ વાત જ નથી કરી. સુશાંત સિંહના મામાએ પણ ન્યાયિક તપાસની માંગ કરી છે. સુશાંત સિંહ રાજપૂતે પોતાના બેડરૂમમાં લીલા રંગના કપડાથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો. પોલીસે સુશાંત સિંહના ઘરમાંથી કોઇ સુસાઇટ નોટ મળી નથી. સુશાંત સિંહ રાજપૂતે અડધી રાત્રે અંતિમ ફોન કોલ એક એક્ટરને કર્યો હતો પરંતુ તેને ફોન ઉઠાવ્યો નહતો.

રવિવારે સવારે 10 વાગ્યે સુશાંત સિંહ રાજપૂતે જ્યુસ પીધુ હતું અને તે પોતાના રૂમમાં પરત જતો રહ્યો હતો. તે બાદથી સુશાંત પોતાના રૂમમાંથી બહાર આવ્યો નહતો. હાઉસ હેલ્પ અને મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરવાજો ખુલ્યો નહતો, પછી હાઉસ સ્ટાફે લોકલ ચાવી બનાવનારાને બોલાવ્યો હતો. જેની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખોલવા પર સુશાંતનું લટેલુ પાર્થિવ શરીર જોઇ નોકરે પોલીસને ફોન કર્યો હતો જ્યારે મિત્રએ 108ને કોલ કર્યો હતો.

સુશાંત સિંહ બાંદ્રામાં ડુપલેક્સ ફ્લેટમાં રહેતો હતો, જ્યા નીચે એક મોટો હોલ હતો અને ઉપરના માળ પર 3 બેડરૂમ હતા. ફ્લેટમાં સુશાંત સિંહ રાજપૂત સાથે 4 લોકો રહેતા હતા. જેમાં બે કુક, એક હાઉસ હેલ્પ અને એક આર્ટ ડિઝાઇનર સામેલ છે, જે તેનો મિત્ર પણ હતો. પોલીસ અનુસાર, સુશાંત સિંહ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. પોલીસે સુશાંતના ફ્લેટમાંથી કેટલોક સામાન પણ જપ્ત કર્યો છે. સુશાંત સિંહ પહેલાં આ અભિનેતાઓએ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા. સુશાંત સિંહ પહેલાં આ અભિનેતાઓએ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા.