માસ્ક અને સેનેટાઈજર માટે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક વેંડિંગ મશીન

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર વર્તમાન મે કોરોના મહામારી ના સંક્રમણ ના ખતરા ને જોતાં અમદાવાદ મંડળ દ્વારા યાત્રી હિત માં ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે આજ ક્રમ માં હાલ માં અમદાવાદ સ્ટેશન પર પ્લેટફાર્મ એક બાજુ (કાલુપુર સાઈડ) કાનકોર્સ હોલ માં માસ્ક અને સેનેટાઈજર માટે ઓટોમેટિક વેડિંગ મશીન સ્થાપિત કરવામાં આવી છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે પશ્ચિમ રેલ્વે નો આ પ્રથમ પ્રયોગ છે જેના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર ઓટોમેટિક વેડિંગ લગાવવામાં આવી છે જેના દ્વારા N95 માસ્ક, 3 પ્લાય માસ્ક તથા સેનેટાઈજર મેળવી શકાશે.આ સુવિધા થી યાત્રી અને રેલ ઉપભોક્તા ને લાભ મળશે. તેમના અનુસાર આ વેંડિંગ મશીન માં ઇ પેમેન્ટ અને કેશ પેમેન્ટ બંને વિકલ્પ ઉપલબ્ધ છે.આ મશીન થી પીપીઇ કીટ પણ ઉપલબ્ધ રહેશે. જે ઉચ્ચ ગુણવત્તા યુક્ત તથા બજાર ભાવ થી પ્રાપ્ત કરી શકાશે. આ પ્રોજેકટ થી રેલ પ્રશાસન ને 12000 રૂ ની વાર્ષિક આવક પણ થશે.