BMW ગ્રુપ ઈન્ડિયાએ ભારતમાં થર્ડ જનરેશન BMW X6 લોન્ચ કરી છે. સંપૂર્ણ નવી BMW X6 ધારદાર સ્પોર્ટસ એક્ટિવિટી કુપ (SAC) ની બેજોડ હાજરી, બારીકાઈભરી આકર્ષક ડિઝાઈન ભાષા સાથે સ્થિતિસ્થાપક અને સદાબહાર ડ્રાઈવિંગ ડાયનેમિક્સને જોડે છે. કમ્પ્લીટ્લી બિલ્ટ- અપ યુનિટ્સ (CBU) તરીકે ઉપલબ્ધ સંપૂર્ણ નવી BMW X6 બધી BMW ડીલરશિપ્સ ખાતે બુક કરી શકાશે.
મિ. અર્લિંદો ટેક્સેરા, એક્ટિંગ પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “BMW એ BMW X6 ની રજૂઆત સાથે SAC સેગમેન્ટમાં પોતાને સ્થાપિત કરી દીધી છે અને તેની નોંધનીય સફળતાની ગાથાને હજુ ચાલુ રાખી છે. થર્ડ જનરેશન BMW X6 ની અજોડતા તેની આધુનિક અભિવ્યક્તિની ડિઝાઈનમાંથી જન્મી છે, જે BMW X મોડેલના ડાયનેમીઝમ સાથે એથ્લેટિક અને મનોહર કુપ લાઈન્સને જોડે છે. આ વાહન અત્યંત બારીકાઈઓ સાથે અન્યોથી સાવ વિપરીત હોઈ સંપૂર્ણ નવી BMW X6 લક્ઝરી, સ્પોર્ટિંગ ડાયનેમિક્સ અને પાવરફુલ સ્ટાઈલનું અજોડ સંયોજન પ્રદાન કરે છે, જે અમારા ગ્રાહકો માટે રોમાંચક અલગ અલગ ડ્રાઈવિંગ અનુભવ નિર્માણ કરે છે. કુપ- જેવી રૂફલાઈનથી આકર્ષક રૂપરેખા સુધી આ સ્પોર્ટસ એક્ટિવિટી કુપ અસાધારણ કળાકારીગરીની છાપ છોડે છે અને શક્તિ અને પ્રતિષ્ઠાનો સંદેશ મોકલે છે. બેજોડ ડિઝાઈન, આકર્ષક ડાયનેમીઝમ અને સ્થિતિસ્થાપકતા BMW X6 ને તેના સેગમેન્ટમાં સૌથી આકર્ષક અને અજોડ કાર બનાવે છે.”
સંપૂર્ણ નવી BMW X6 પહેલી જ વાર ગ્રાહકોને કસ્ટમાઈઝેબલ વિકલ્પો આપે છે. વૈકલ્પિક ફીચર્સની રેન્જમાં BMW લેઝરલાઈટ, BMW હેડ-અપ ડિસ્પ્લે, કમ્ફર્ટ એક્સેસ, પેનોરમા ગ્લાસ રૂફ સ્કાય લાઉન્જ, ક્રાફ્ટેડ ક્લેરિટી ગ્લાસ એપ્લિકેશન અને એમ્બિયન્ટ એર પેકેજનો સમાવેશ થાય છે. ગ્રાહકો એન્ટરટેઈનમેન્ટનો સ્તર વધારી શકે અને રિયલ સીટ એન્ટરટેઈનમેન્ટ પ્રોફેશનલ અને હરમન કાર્ડન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમના વિકલ્પો સાથે સંપૂર્ણ માર્ગમાં તેમની ડ્રાઈવનો આનંદ લઈ શકે છે. વધારાના ઉપકરણમાં 21- ઈંચ લાઈટ એલોય વ્હીલ્સ, અજોડ પેઈન્ટ જોબ્સ અને ટ્રિમ ઓપ્શન્સ સંપૂર્ણ નવો મોડેલ લૂક તમારો પોતાનો બનાવે છે.
સંપૂર્ણ નવી BMW X6 ડાયનેમિક લાઈફસ્ટાઈલને ઉત્તમ રીતે અપનાવવા સાથે અંગત સ્વાદ પણ કેળવે છે. તે બે શક્તિશાળી વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે, જેમાં xલાઈન અને M સ્પોર્ટનો સમાવેશ થાય છે. દરેક વેરિયન્ટ બેજોડ એક્સટીરિયર અને ઈન્ટીરિયર ડિઝાઈન ખૂબીઓ ધરાવે છે, જે કારને વ્યક્તિગત પર્સનાલિટી આપે છે. xલાઈન નવી સ્પોર્ટસ એક્ટિવિટી કુપની મજબૂતી આલેખિત કરે છે અને તેના ગુણો કારના ઓફફ-રોડ લૂક્સને બહેતર બનાવે છે. M સ્પોર્ટ સ્પોર્ટ આકર્ષક ડાયનેમિક ડિઝાઈન એન્ગલ લાવે છે, જે પ્રતિષ્ઠિત સ્પોર્ટસ મોડેલ તરીકે વર્ચસ જમાવતી હાજરી અને બેજોડપણું પ્રદાન કરે છે.
સ્ટાન્ડર્ડ અને ઓપ્શનલ ફીચર્સની વ્યાપક પસંદગી સંપૂર્ણ નવી BMW X6 ને અપવાદાત્મક નાવીન્યપૂર્ણ સ્પોર્ટસ એક્ટિવિટી કુપ તરીકે છાપ છોડે છે. આધુનિક પાવરટ્રેન અને ચેસિસ ટેકનોલોજી સાથે ટોચની કક્ષાના ઈક્વિપમેન્ટ ફીચર્સનું આંતરગૂંથણ અજોડ સ્પોર્ટિંગ છતાં અત્યંત આરામદાયક ડ્રાઈવિંગ અનુભવ પ્રદાન કરે છે.
સંપૂર્ણ નવી BMW X6 ની એક્સ- શોરૂમ કિંમતો નીચે મુજબ છેઃ
BMW X6 xDrive40i xલાઈન xLine (પેટ્રોલ) : INR 95,00,000.00
BMW X6 xDrive40i M સ્પોર્ટ (પેટ્રોલ) : INR 95,00,000.00
*કિંમતો ઈન્વોઈસિંગ સમયે પ્રવર્તમાન હશે તે લાગુ થશે. એક્સ- શોરૂમ કિંમતમાં GSTનો સમાવેશ (કોમ્પેન્સેશન સેસ સહિત) લાગુ મુજબ રહેશે, પરંતુ તેમાંથી રોડ ટેક્સ, ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS), RTO સ્ટેચ્યુટરી ટેક્સીસ / ફીઝ, અન્ય લોકલ ટેક્સ, સેસ લેવીઝ અને ઈન્શ્યુરન્સ અપવાદ છે. કિંમતો અને વિકલ્પો પૂર્વસૂચના વિના ફેરફારને આધીન છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા સ્થાનિક અધિકૃત BMW ડીલરનો સંપર્ક કરો.
સંપૂર્ણ નવી BMW X6 આ રંગોમાં મળશેઃ રિવરસાઈડ બ્લુ મેટાલિક, કાર્બન બ્લેક, મેનહેટ્ટન મેટાલિક, આર્ટિક ગ્રે, મિનરલ વ્હાઈટ, ફ્લેમેન્કો રેડ બ્રિલિયન્ટ ઈફેક્ટ, સોફિસ્ટો ગ્રે બ્રિલિયન્ટ ઈફેક્ટ, બ્લેક સફાયર અને અલ્પાઈન વ્હાઈટ. વૈકલ્પિક પેઈન્ટવર્કમાં સમાવિષ્ટ છે, તાન્ઝાનાઈટ બ્લુ મેટાલિક અને BMW ઈન્ડિવિજ્યુઅલ એમેટ્રિન મેટાલિક.
અપહોલ્સ્ટરી કોગ્નેક | બ્લેક, તાકોરા રેડ | બ્લેક, આઈવરી વ્હાઈટ | બ્લેક, બ્લેક |બ્લેક, કોફી |બ્લેક અને કેનેબેરા બીજ |મોક્કાના સંયોજનમાં લેધર વેર્નાસ્કા ડિઝાઈન પરર્ફોરેટેડમાં મળશે.
સંપૂર્ણ નવી BMW X6 ના ગ્રાહકોને ખાસ BMW એક્સલન્સ ક્લબની મેમ્બરશિપ મળશે. મેમ્બર્સ ઓન્લી કલેક્ટિવ BMW એક્સલન્સ ક્લબ દુનિયાભરમાંથી બેજોડ લક્ઝરી અનુભવો નિર્માણ કરીને BMW ના ગ્રાહકોને જરૂરી રુચિ આપે છે. પ્રોગ્રામમાં ચાર મુખ્ય શ્રેણીનો સમાવેશ થાય છેઃ બીસ્પોક ટ્રાવેલ, ધ હાઈલાઈફ, ગ્રાન્ડસ્ટેન્ડ અને BMW પ્રિવિલેજીસ.
હાલમાં રજૂ કરાયેલી ‘BMW કોન્ટેક્ટલેસ એક્સપીરિયન્સ’ ની મદદથી ગ્રાહકો પાસે તેમના ઘેરબેઠા આરામથી સંપૂર્ણ નવી BMW X6 ની પસંદગીના વિકલ્પો, કસ્ટમાઈઝિંગ અને બુકિંગ કરી શકે છે. તેઓ www.bmw-contactless.in પર લોગ ઈન કરે એટલે બટનની એક ક્લિક પર સર્વ ફીચર્સ અને પર્સનલાઈઝેશન સાથે વાહનનું એક્સટીરિયર અને ઈન્ટીરિયરનો 360° નજારો જોઈ શકે છે.
પ્રોડક્ટ પર સર્વ પૂછપરછ, સર્વિસ પેકેજીસ અને ફાઈનાન્સના વિકલ્પો ડીલર પ્રતિનિધિ સાથે ઓનલાઈન વાત કરીને જાણી શકાય છે. વેહિકલ બ્રોશર્સ, સ્પેસિફિકેશન ડિટેઈલ્સ અને અન્ય દસ્તાવેજો કોઈ પણ પ્રત્યક્ષ સંપર્ક ટાળવા માટે ઓનલાઈન પૂરા પાડવામાં આવે છે. ઉપરાંત પેમેન્ટ્સ સંરક્ષિત રીતે ઓનલાઈન કરી શકાય છે. ગ્રાહકોને સેનિટાઈઝ્ડ એન્વલપમાં સર્વ વાહનના દસ્તાવેજો હસ્તક આપવા સાથે વ્યાપક સેનિટાઈઝેશન પ્રક્રિયા પછી તેમની પસંદગીના સ્થળે તેમની નવી કાર પ્રાપ્ત થશે. ડિલિવરીઝ લોકડાઉન પછીના સમયગાળામાં સર્વ સ્થાનિક પ્રશાસનના નિર્દેશો અનુસાર કરવામાં આવશે.