એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો

ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે ખૂબ જ સારા સમાચાર મળ્યા: ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં લગભગ 29% જેટલો વધારો થયો છે.”

ભૌગોલિક રીતે, વિતરણ વિસ્તારમાં 36%નો વધારો થયો છે.

ગુજરાતના લોકોને અને એવા તમામ લોકો કે જેમણે આ અદભૂત સિદ્ધિ હાંસલ કરવામાં પ્રયાસો કર્યા છે તેમને સૌને ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુજરાતમાં સિંહોની વસ્તીમાં એકધારો વધારો થઇ રહ્યો છે. સામુદાયિક સહભાગીતા, ટેકનોલોજીનો વિશેષ આગ્રહ, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય વસાહત વ્યવસ્થાપન અને માણસો- સિંહો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ ઓછી કરવાના માટેના પ્રયાસોના પરિણામે આ બધુ શક્ય બન્યું છે. આ સકારાત્મક ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેશે તેવી આશા છે!”