વાળ ખોલે છે અને મને બાંધે છે
તકસાધુ છે સતત મને સાધે છે
એ જ લવાદ, એ જ મિત્ર અને
પ્રિયતમ એ જ એ જે બાઝે છે
બાફ, વાછટ,અનરાધાર સ્વરૂપે
વરસવાંની સાથે સદા ગાજે છે
ભળી છે મારાં આત્મામાં તોય
નખ ખોતરતી મુજથી લાજે છે
લઈ કેશનો દોરો ને નેત્રની કટારી
વિખરાયેલાં મને કાયમ સાંધે છે
-મિત્તલ ખેતાણી