ગુજરાતની તમામ સ્કૂલો ૧૫ મી ઓગસ્ટ બાદ શરૂ થશે

કોરોનાના વધતા કેસો વચ્ચે સ્કૂલો બાળકો માટે ક્યારથી શરૂ થશે અને સ્કૂલોમાં બાળકોને કલાસમાં ક્યારથી ભણવાશે તેની જ ચર્ચા હાલ ચાલી રહી છે ત્યારે કેન્દ્રિય શિક્ષણમંત્રીએ આજે સ્પષ્ટ કર્યુ છે કે ૧૫મી ઓગસ્ટ બાદ જ સ્કૂલો શરૂ થશે.જેને લઈને સરકારે પણ હાલ નિર્ણય કર્યો છે કે ગુજરાતની તમામ સ્કૂલો રાબેતામુજબ ૧૫ મી ઓગસ્ટ બાદ જ ખોલવી.

કોરોના સંકટ વચ્ચે શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા શરૂ કરવા હમણા કોઇ ઉતાવળ નહીં, શિક્ષણવીદો સાથે ચર્ચા બાદ નવી પદ્ધતિથી શાળા ખોલીશું. બાળકના હિતમાં, તેની વ્યવસ્થા કરીને, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે, આરોગ્ય વિભાગની સલાહ સૂચના લઇને પરિસ્થિતિની સમિક્ષા કરીને આ અંગે નિર્ણય લઇશું. આજે શાળા ખોલવા અંગે વાત કરવી ખુબ વહેલું કહેવાશે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, તમામ શિક્ષકોએ પણ શાળાએ આવવાની જરૂર નથી. બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. ચાલુ વર્ષની ફીમાં કોઇ વધારો કરવાનો નહીં આવે. વાલીઓ મહિના પ્રમાણે ફી ભરી શકશે. વાલીઓએ એકસાથે ફી ભરવાની નહીં રહે.