કોરોના ફ્રેન્ડલી બિઝનેસ સ્ટ્રેટેજી – Vision Raval

અચાનક થી આવી પડેલી અણધારી અને વણબોલાવેલી આપદા એટલે આ કોરોના મહામારી, અને આ કોરોનકાળનો અંત પણ નજીક હોય તેવું લાગતું નથી, તો ચાલો આવી  પરિસ્થિતિમાં આપણે કેવીરીતે ટેક્નોલોજી, સાયેન્ટિફિક રુલ અને સ્ટ્રેટેજીનો સહારો લઇ આપણા ધંધાને પુનઃજીવિત કેવી રીતે કરી શકાય તે જાણીયે ? 

સૌ પ્રથમ તમે તમારા બિઝનેસ અને કસ્ટમરનો કનેક્ટ પ્રપોશનેટ / રેશિયો શોધી કાઢો:

તમે જે બિઝનેસ કરી રહ્યા છો તેમાં કેટલી વાર તમારે અને કસ્ટમરને સામે સામે મળવાનું થાય છે ? સ્ટોક માર્કેટ કે ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે વર્ષે એક વાર કે જવેલર્સ કે સાડી શોપ  ની જેમ વાર તહેવારો દરમિયાન કે પછી શાકભાજી, પાન શોપ અને દૂધની ડેરી ની જેમ રોજે રોજ મળવું જરૂરી છે, હવે તમારા કનેક્ટની ફ્રીક્વન્સી પ્રમાણે નેચીના પગલાં ભરી અને કારોના કંપેટેબલ સ્ટ્રેટેજી બનાવી શકો

1 – વર્ષે એક વાર / પ્રસંગોપાત મળવું પડતું હોય તેવા ધંધા ( લો કનેક્ટ રેશિયો)
– તમે ખુબજ નસીબદાર છો, અને ખુબજ સારી પોઝિશનમાં છો જેમાં તમે તમારા કસ્ટમરની જરૂરિયાત ઓનલાઇન સંતોષી શકો છો ડિસ્ટન્સ રાખીને, પરંતુ આ સમયમાં કસ્ટમર સાથે કનેક્ટ માં રહેવાનું ચૂકશો નહિ. તેઓને અઠવાડિયે એક ખબર અંતર પૂછતો અને માર્કેટિંગ વગરનો મેસેજ અચૂક મોકલજો,
– કસ્ટમરને તેના પાછળ ટ્રેક રેકોર્ડ પ્રમાણે જો ક્રેડિટ આપતા હોવ તો તેમાં અંશત વધારો પાણ કરી તેઓને શુભેચ્છા સંદેશ સાથે મોકલાવી શકો છો. આનાથી તમારી સેલ્સ પણ વધશે અને ગ્રાહકો પણ ખુશ થશે.
– ઓનલાઇન વેબસાઈટ બનાવી અને ફોર્મ દ્વારા કે અન્ય પેજ દ્વારા માહિતી ની આપણે કરો, ફોર્મ બનાવી તેઓનો અભિપ્રાય લઇ તેઓને એન્ગેજ રાખવાનો પ્રયત્ન કરો.
– જો રૂબરૂ મળવાનું થાય તો / કુરિયર દ્વારા તમારી કંપનીના લોગો વાળા માસ્ક કે ગ્લાઉઝ મોકલાવી તેમની સાથે સોશિયલી કનેક્ટ થઇ શકો છો

2 – મહિનામાં એક કે બે વાર અથવા સીઝનલ કે પ્રાસંગિક મળવાનું થાય તેવા ધંધા ( હાઈ કનેક્ટ રેશિયો )
– તમારા ધંધા નો પ્રકાર તમારા માટે ઉપર કરતા વધારે સાવચેતી અને સંભાળ માંગી લે તેવો છે, ચાલો જાણીયે તમારે મુખ્ય કઈ વાતોનું દયાન રાખવું જરૂરી છે- તમારી ઓફિસ / શો રૂમ માં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો, શોશિયલ ડિસ્ટર્ન્સિંગ જળવાઈ રહે તેમ બેઠક વ્યવસ્થા કરો,- એપોઇન્ટમેન્ટ સિસ્ટમ થી ગ્રાહકોને બોલાવો જેથી તમે પૂરતો સમય અને ડિસ્ટર્ન્સિંગ જાળવી શકો

– જો તમારો પ્રોડક્ટ મુવેબલ હોય તો ઘરે બતાવવા માણસ મોકલો અને હોમ ડીલેવરીની સર્વિસ આપો , ગ્રાહકને સગવડતા મળશે અને તમે પણ સારો રેપો બનાવી શકશો – તમે જો તમારા કોઈ એમ્પ્લોયીને મળવા મોકલતા હોવ તો તમારા લોગો વાળું ટી શર્ટ કે ડ્રેસ પહેરાવો જેથી એક બ્રાન્ડ ઈમ્પૅક્ટ ઉભી થશે – તમે આઈ કાર્ડ અને કેરી બેગમાં પણ લોગો છપાવી શકો છો

– વિઝિટિંગ કાર્ડ આપવાનું ટાળો અને ડિજિટલ કાર્ડ કે કોન્ટેક્ટ મોકલી શકાય

3 – રોજ બ રોજ ચાલવામાં આવતા બિઝનેસ (ફ્રિકવન્ટ કનેક્ટ રેશિયો)

– આ બિઝનેસ દ્વારા ખુબજ તકેદારી રાખવી અનિવાર્ય છે, તેઓ માટે અને તેઓના ગ્રાહક માટે
– પગ વડે ઉપીયોગમાં લેવાતું સેનિટાઇઝર દુકાન માં કામ કરતા માણસો માટે અચૂક રાખો
– માસ્ક અને મોજા પહેરી કાર્ય કરો અને ગ્રાહકોને પણ માસ્ક અને મોજા વાપરવાનો આગ્રહ કરો
– ઓનલાઇન અને યુ પી આઈ દ્વારા પેમેન્ટ લેવાની શરૂઆત કરો અને આગ્રહ રાખો
– ગ્રાહકોને સિક્કા વગેરે આપતા પહેલા સેનિટાઇઝર થી સ્પ્રે કરીને આપવાથી એક સારી છાપ અને સજાગતા ઉભી થશે
– સોશિયલ ડિસ્ટર્ન્સિંગનું અચૂક પાલન કરો અને કરવો
– વધુ ભીડ હોય ત્યાં લાઈન મેનેજ કરવા તમારી તેમ માંથી કોઈને મોકલો
– નજીકમાં રહેતા લોકોને ટેક અવે અને ઓનલાઇન ઓર્ડર કરવાની સલાહ આપો અથવા કોઈ ડિસ્કાઉન્ટ સ્કીમ રજુ કરો
– તમે ઓનલાઇન એપ્લીકેશન માં રજીસ્ટર કરાવીને પણ તમારું વેચાણ વધારી શકો છો
– આ ઉપરાંત વોટ્સએપનું ગ્રુપ કે નંબર ગાહકોને આપી એડવાન્સ ઓડર આપી ઓનલાઇન પે કરી ટેક અવેનું પ્લાનિંગ કરવાથી ભીડ ઓછી થશે અને ગ્રાહકનો સમય પણ બચાવી શકાશે

કોમન ટિપ્સ :

– જો ઓછી હાજરીના કારણે સમય વધતો હોય તો તેનો ઉપયોગ ડોકયુમેન્ટેશન, ડેટા મેનેજમેન્ટ અને સમાન / પેપરની ગોઠવણીમાં કરી શકાય – જો તમે જીવન ઉપીયોગી વસ્તુ કે દવાઓનો બિઝનેસ કરતા હોવ તો વધુ વિચાતી વસ્તુ કાઉન્ટર નજીક રાખીને પણ સમય બચાવી શકાય – તમે કોરોના મહામારી સાથે કનેક્ટ થઇ શકે તેવા મેસેજ બનાવી અને તમારી ઓફર મૂકી શકો છો, જૂનો સ્ટોક ઓછા ભાવે કે નહિ નફો નહિ નુકશાન ધોરણે વેચી શકો છો – તમે અમારા સમાન જરૂરિયાતમંદ લોકોને ડોનેટ કરવા માટે પણ ગ્રાહકોને કહી શકો છો, જે તમારૂ સેલ્સ વધારશે અને એક સામાજિક જવાબદારી પણ પુરી કરશે – જો તમારી ઉધારી વધારે હોય તો ગભરાયા વગર અને અગ્રેસિવ થયા વગર વાતચીતથી અને ભરોસા પૂર્વક વાર્તાલાપ કરી વસૂલવાનો પ્રયત્ન કરવો, સમય સાથે પરિસ્થિતિ અને સ્થિતિ બંને બદલાઈ જશે તો ધીરજ પૂર્વક કામ લઇ અને કાયમી ગ્રાહકોને અન્ય વિક્રેતા પાસે જતા અટકાવવા

આ પરિસ્થિતિને અવસર તરીકે લો 

– આ પરિસ્થિતિની સકારાત્મક વાત એ છે કે લોકો પાસે એ કિંમતી વસ્તુ આવી ગઈ જે મેળવવી ખુબ જ મુશ્કેલ હતી, તે વસ્તુ છે “સમય”. એક રિસર્ચ મુજબ સોસીયલ મીડિયાનો ઉપીયોગ પેહલા કરતા  38% વધારે થઇ રહ્યો છે, લોકો પહેલા કરતા શરેરાશ 23% વધુ સમય ટીવી આગળ બેસી રહે છે.  તો તમે પણ એક્ટિવ થઇ આ બધા માધ્યમ દ્વારા પ્રચાર કરી અને નવા ક્લાયન્ટ શોધી શકો છો, ઈન્ફોર્મેટિવ વિડીયો અને મેસેજ શેર કરી તમારો લોગો અને ક્યુ આર કોડ મૂકી વધુ લોકો સુધી તમારી સર્વિસ કે પ્રોડક્ટ પહોંચાડી શકો છો

– ટેક્નોલોજીનો વધુ ને વધુ ઉપીયોગ કરી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, ઓનલાઇન અને મોબાઈલ ફ્રેન્ડલી એકાઉન્ટિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ અને સર્વિસ માટે ના ક્રિએટિવ તૈયાર કરતી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એક્સપ્લોર કરો, ગેમ્સ કે જૂની મેચ જોવા કરતા પ્રોડક્ટિવ કાર્યમાં સમય પરોવાથી આઉટપુટ સારું મળશે

– વધુ માં વધુ ઈમેલ, વોટ્સએપ અને એસ એમ એસ દ્વારા તમારા ગ્રાહકો સુધી પહોચવાનો પ્રયત્ન કરો અને તેમના ટચ માં રહો

તો ચાલો સૌ સાથે મળી અને આ કપરા કોરોના કાળમાં દ્રઢ નિશ્ચય અને નોલેજથી આપણા બિઝનેસ અને સર્વિસને સફળતા પૂર્વક આગળ વધારીએ !!

– વિઝન રાવલ
આઇટી, બિઝનેસ અને પ્રોડક્ટિવિટી કોચ