પ્રધાનમંત્રીએ સ્પિક મેકે આંતરરાષ્ટ્રીય સંમેલન સંબોધિત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્પિક મેકે (SPIC MACAY) આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ એ વાસ્તવિકતાની પ્રશંસા કરી હતી કે, આટલી કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ સંગીતકારોને મિજાજ બદલાયો નથી અને સંમેલનની વિષય વસ્તુ એ વાત પર કેન્દ્રિત છે કે કોવિડ-19 મહામારીના કારણે યુવાનોમાં ઉત્પન્ન થતા તણાવને કેવી રીતે ઓછો કરી શકાય.

તેમણે જુની વાતોનું સ્મરણ કર્યું હતું કે, યુદ્ધ અને સંકટના સમયે ઐતિહાસિક દૃશ્ટિએ કેવી રીતે સંગીતે પ્રેરાણા આપવા માટે અને લોકોને એકબીજા સાથે સંકળાયેલા રાખવા માટે ભૂમિકા નિભાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કવિઓ, ગાયકો અને કલાકારોએ હંમેશા આવા સમયમાં લોકોની બહાદુરી બહાર લાવવા માટે ગીત અને સંગીતની રચના કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પણ, આવા કષ્ટદાયક સમયમાં જ્યારે આખી દુનિયા એક અદૃશ્ય શત્રુ સામે લડી રહી છે ત્યારે, ગાયકો, ગીતકારો અને કલાકારો પંક્તિઓની રચના કરી રહ્યા છે અને ગીતો ગાઇ રહ્યા છે જેથી લોકોનો આત્મવિશ્વાસ વધશે.

પ્રધાનમંત્રીએ એ વાતને યાદ કરી હતી કે, કેવી રીતે દેશના 130 કરોડ લોકો મહામારીનો સામનો કરવા માટે સમગ્ર દેશમાં જોશ ભરવા માટે તાળી વગાડવા, ઘંટડી અને શંખ વગાડવા માટે એકજૂથ થયા હતા.

તેમણે કહ્યું કે, જ્યારે સમાન વિચારધારા અને ભાવના સાથે 130 કરોડ લોકો એકજૂથ થઇ જાય તો તે સંગીત બની જાય છે.

તેમણે કહ્યું કે, જે પ્રકારે સંગીતમાં સામંજસ્ય અને શિસ્તની જરૂર હોય છે તેવી જ રીતે કોરોના સામે લડવા માટે દરેક નાગરિકમાં સામંજસ્ય, સંયમ અને શિસ્તની જરૂર છે.

તેમણે કહ્યું કે, આ વર્ષના સ્પિક મેકે સંમેલનમાં યોગ અને અને નાગ યોગ ઉપરાંત નેચર વોક, હેરિટેજ વોક, સાહિત્ય અને સર્વગ્રાહી ભોજન (હોલિસ્ટિક ફુડ) જેવા તત્વોને સામેલ કરવાની પ્રશંસા કરી હતી.

નાદ યોગનું વર્ણન કરતા તેમણે કહ્યું હતું કે, ભારતમાં નાદને સંગીતનો પાયો અને આત્મ ઉર્જાના આધાર તરીકે જોવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે યોગ અને સંગીતના માધ્યમથી આપણી આંતરિક ઉર્જાને નિયંત્રિત કરીએ છીએ ત્યારે આ નાદ તેના સ્વરોત્કર્ષ અથવા બ્રહ્મનાદની સ્થિતિમાં પહોંચી જાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કારણે જ સંગીત અને યોગમાં ધ્યાન અને પ્રેરણાની શક્તિ હોય છે. બંને ઉર્જાના મોટા સ્રોત છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંગીત માત્ર આનંદનો સ્રોત નથી પરંતુ તે સેવાનું એક માધ્યમ અને તપસ્પાનું એક રૂપ પણ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં ઘણા મહાન સંગીતજ્ઞો છે જેમણે પોતનું સંપૂર્ણ જીવન માનવજાતની સેવામાં વ્યતિત કરી દીધું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટેકનિક સાથે પ્રાચીન કળા અને સંગીતનું સંમિશ્રણ વર્તમાન સમયની માંગ છે.

રાજ્યો અને ભાષાઓની મર્યાદાઓથી ઉપર આજે સંગીત ‘એક ભારત શ્રેષ્ઠ’ ભારતના આદર્શને મજબૂત બનાવી રહ્યું છે જે પહેલાં ક્યારેય થયું નહોતું.

પ્રધાનમંત્રીએ એ તથ્યની પણ પ્રશંસા કરી હતી કે, લોકો પોતાની રચનાત્મકતાના માધ્યમથી સોશિયલ મીડિયા પર નવા સંદેશા આપી રહ્યા છે અને સાથે સાથે કોરોના વિરુદ્ધ દેશના અભિયાનને આગળ વધારી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી  કે, આ સંમેલન કોરોના વાયરસ વિરુદ્ધ આપણી લડાઇને નવી દિશા પણ આપશે.