ગુજરાત હાઇકોર્ટ: ખેડુતોની ફરિયાદો પર ધ્યાન આપો, ખાતરી કરો કે પાક ની ખરીદે ટેકા ના ભાવે થાય

ગુજરાત હાઈકોર્ટ એ 29 મેના રોજ નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર ખેડુતોને આવી રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપે અને ત્યારબાદ ન્યુનત્તમ ટેકાના ભાવ પર કૃષિ પેદાશોની ખરીદી માટે યોગ્ય પગલાં લે. આ એક અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ અને કૃષિ વિશેષજ્ઞએ કરેલી અરજીના પ્રકાશમાં છે, જેમાં રાજ્ય સરકારને ટેકા ના ભાવ પર કૃષિ પેદાશોની સંપૂર્ણ ખરીદી માટે રાજ્યના ન્યાયાલયની માગણી કરેલ છે.

મહેન્દ્રસિંહ ઝાલાએ એક જાહેર હિતની અરજી (પી.આઈ.એલ) દાખલ કરી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે એ.પી.એમ.સી ની કામગીરી શરૂઆતમાં સંપૂર્ણ બંધ થયેલ જેના લીધે પેદાશોની સપ્લાય ચેન પર અસર પડી છે.

અરજદારની રજૂઆત કરનાર એડવોકેટ અર્જુનદેવ ઝાલાએ હાઈલાઈટ ને કર્યું હતું કે રાજ્ય “રજિસ્ટર્ડ ખેડુતો પાસે થી નિયત ચીજવસ્તુઓનો ન્યુનતમ ટેકાના ભાવથી નિયત ખેતપેદાશો ખરીદે છે. બાકીની પેદાશો એ.પી એમ.સી અથવા અન્ય એજન્ટો અથવા કંપનીઓને વેચે છે તેવા ખેડૂતોને હવે “અનિચ્છનીય દરે પેદાશો વેચવાની ફરજ પડી રહી છે.”

અરજદારે એક ઉદાહરણ આપ્યું જેમાં ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળી જેની પળતર કિંમત રૂ. 100 અને રૂ. 150 પ્રતિ મણ હોવા છતાંય રૂ. 20 પ્રતિ મણ જેટલું ઓછું મહેનતાણું મળે છે. અરજદારે એવા ખેડૂતનું
અન્ય ઉદાહરણ પણ ટાંક્યું હતું કે ખેડૂતે લોકડાઉન લાદ્યા પછી ખેતપેદાશ મહેનતાણું દરે વેંચવામાં નિષ્ફળ જતા આત્મહત્યા કરી, .

રાજ્ય સરકારે સ્વીકાર્યું કે લોકડાઉન મા એ.પી.એમ.સી ના કામકાજને અસ્થાયીરૂપે અસર કરતું હોવા છતાં, સમગ્ર ગુજરાતમાં 148 અનાજ બજારો અને 71 ફળ અને શાકભાજી બજારો ખોલવામાં આવ્યા છે.

કોર્ટે આ અરજીનો નિકાલ એ દિશાસૂચન સાથે કર્યો કે રાજ્ય પિટિશનમાં વ્યક્ત કરવામાં આવેલી ફરિયાદો પર ધ્યાન આપશે અને તે મુજબ યોગ્ય પગલાં ભરશે.