સેમસંગે ભારતમાં તેનો બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન ગેલેક્સી A51નો નવો વેરિયન્ટ લોન્ચ કર્યો છે. ગેલેક્સી એ51 હવે 8/128GB વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. જેની કિંમત રૂ. 27999 છે. ગેલેક્સી એ51ની ઈન્ટરનલ સ્ટોરેજ પણ વધારી માઈક્રો એસડી કાર્ડ મારફત 512 જીબી કરવામાં આવી છે.
ગેલેક્સી એ51નો ન્યુ વેરિયન્ટ 8/128GB 3 આકર્ષક પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ વ્હાઈટ, અને પ્રિઝ્મ ક્રશ બ્લ્યુ રંગમાં ઉપલબ્ધ છે. 8/128GB વેરિયન્ટ સેમસંગ.કોમ, ટોચના ઈ-કોર્મસ પોર્ટલ્સ, ઓફલાઈન રિટેલ સ્ટોર્સ સહિત તમામ રિટેલ ચેનલ્સમાં ઉપલબ્ધ રહેશે.
પ્રત્યેક માટે અલાયદો મોબાઈલ એક્સિપિરયન્સ તેમજ અર્થપૂર્ણ નવીનતા ડિલવર કરવા ઉત્પાદિત કરવામાં આવ્યો છે. ગેલેક્સી એ51 સ્માર્ટર ક્વોડ કેમેરા, 6.5” ઈન્ફિનિટી ઓ સુપર અમોલ્ડ ડિસ્પ્લે જેવા ફિચર્સ લઈ આવે છે. જે યુઝરને ખામીરહિત વિઝ્યુઅલ એક્સપિરિયન્સની સાથે લોંગ લાસ્ટિંગ 4000 mAh બેટરી પ્રદાન કરે છે.
ગેલેક્સી એ51ના ક્વોડ કેમેરાનુ સેટઅપ 48MP મેઈન કેમેરા, 12MP અલ્ટ્રા વાઈડ લેન્સ સાથે નાઈટ મોડ ક્ષમતા, 5 MP માઈક્રો લેન્સ અને 5 MP ડેપ્થ કેમેરા સાથે રજૂ કરવામાં આવ્યુ છે. ગેલેક્સી એ51 Exynos 9611 દ્વારા સંચાલિત છે. એઆઈ આધારિત ગેમ બુસ્ટર છે. જે ફ્રેમ રેટ અને સ્થિરતામાં સુધારો કરે છે. તેમજ તમારી મનપસંદ ગેમ રમતી વખતે પાવરનો વપરાશ ઘટાડે છે. ગેલેક્સી એ51 સાથે ગ્રાહકોને સેમસંગ પેનો લાભ મળશે. જે ગ્રાહકને કોઈપણ સ્થળે સરળતાથી ફોન મારફત પેમેન્ટ કરવા સક્ષમ બનાવશે. ગેલેક્સી એ51 સેમસંગના ડિફેન્સ ગ્રેડ સિક્યુરિટી પ્લેટફોર્મ સેમસંગ નોક્સ સાથે સુરક્ષિત છે.
ગેલેક્સી એ51એ કુલ અને ઈન્ટેલિજન્ટ મેક ફોર ઈન્ડિયા ઈનોવેશનને વ્યાપક રીતે અપનાવ્યો છે. ભારતમાં બહોળા પ્રમાણમાં કન્ઝ્યુમર રિસર્ચના આધારે આ સુવિધાઓ ઝેન ઝેડ ગ્રાહકોના જીવનને ઝડપી અને સંગઠિત બનાવવામાં મદદરૂપ બનશે. યુઝફૂલ કાર્ડ્સ ફિચરની મદદથી એસએમએસ ઈનબોક્સમાં કલ્ટર ઘટાડી શકાશે. મલ્ટીલિન્ગુઅલ ટાયપિંગ લાખો લોકોને સ્થાનિક ભાષામાં ટાઈપિંગનો અનુભવ આપે છે. ફાઈન્ડરની મદદથી યુઝર ત્વરિત એપ કન્ટેન્ટ શોધી શકે છે. તદુપરાંત સ્માર્ટ ક્રોપ ફીચર યુઝરને સ્ક્રિનશોટના સંબંધિત ભાગને એડિટ, શેયર અને સેવ કરવામાં સહાય કરશે.