જાણીતા સંગીતકાર અને “સાજીદ-વાજિદ” જોડીના વાજિદ ખાનનું નિધન, કોરોના જયારે આતંકની જેમ ફેલાઈ રહ્યો છે ત્યારે તે કોઈ સેલીબ્રીટી કે સામાન્ય માણસમાં ફરક નથી કરતો , તેનું ઉદાહરણ આજે જોવા મળ્યું જયારે મહાસુરઃ સંગીતકાર અને સાજીદ વાજિદ બેલડીના સંગીતકારનું કોરોના થી અવસાન થયું હતું.
વાજિદ ખાને સાજિદની સાથે મળીને સલમાન માટે કેટલાંય ગીતોનું નિર્દેશન કર્યું. તેમાં દબંગના ફેમસ ગીતો સામેલ છે.સાજિદ-વાજિદ એ 1998મા સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ જોડીએ એક પછી એક હિટ ફઇલ્મ માટે સંગીત આપ્યું. તેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુજસે શાદી કરોગી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ part 1 , part 2 and part 3 જેવી ફિલ્મો સામેલ છે. સાજિદ-વાજિદની જોડીએ હજુ તાજેતરમાં જ સલમાન ખાન માટે ‘ભાઇ-ભાઇ’ કંપોઝ કર્યું હતું. એક ગાયક તરીકે વાજિદ ખાને 2008મા ફિલ્મ પાર્ટનર માટે ગીત પણ ગાયુ હતું.