જમ્મુ-કાશ્મીરના કુલગામની અંદર બે આતંકીઓ ઠાર

સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જો કે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં આતંકીઓ દ્વારા સામે ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી.

પરંતુ સૂત્રો થી મળતા અહેવાલ મુજબ  જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં પોલીસ અને સ્થાનીક સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામના વામપોરામાં પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી કે બે આતંકી છુપાયેલા છે, ત્યારબાદ તેને ઠાર કરી દેવામાં આવ્યા છે.

શરૂઆતી જાણકારી પ્રમાણે સુરક્ષાદળોને ઇનપુટ મળ્યા હતા કે બંન્ને આતંકી લશ્કર-એ-તૈયબાના હતા. હવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, બંન્ને આતંકી હિઝ્બુલ મુઝાહિદ્દીનના હતા. તેની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી.

માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સૂત્રો પ્રમાણે વામપોરા વિસ્તારમાં ઓછામાં ઓછા બે આતંકીઓ છુપાયા હચા, જે કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ દેવાની તૈયારીમાં હતા. પરંતુ તેની પહેલા સુરક્ષાદળોએ તેનો ખાતમો કરી દીધો છે.