ચીનની અમેરિકાને ચેતવણી – મામલો ગરમાયો

તાજેતર માં મળતી માહિતી મુજબ ચીની વડાપ્રધાન લી કિકિયાંગે જણાવ્યું હતું કે, ઘાતક વાયરસના સ્ત્રોત પર સ્પષ્ટ વિચાર થવો જરૂરી છે. કારણ કે તે વિજ્ઞાનને આધાર બનાવીને તેનો પતો મેળવવાના પ્રયાસને સમર્થન કરે છે.

વ્યાપાર કોરોના વાયરસ મહામારીની ઉત્પતિ, હોંગકોંગમાં નવા સુરક્ષા કાનૂનને લઈને ચીનની કાર્યવાહી અને વિવાદીત દક્ષિણ ચીન સાગરમાં ચીનનું આક્રમક વલણને લઈને અમેરિકાના ચીન સાથે તણખા ઝરી રહ્યા છે. ચીનના સંસદ સત્રના અંતમાં લીએ વોશિંગ્ટન અને બીજીંગ વચ્ચે વધતા તનાવના બારામાં સવાલોના જવાબ આપ્યા હતા. ખરેખર તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે દુનિયાની બે મોટી વ્યવસ્થાઓ વચ્ચેના સંબંધ તોડી નાખશે. ઉલ્લેખનીય છે કે ચીનમાં સતારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ બાદ લી બીજા નંબરના નેતા છે.

લીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા આર્થિક વ્યવસાયે લાંબી સફર પણ કરી છે અને તેનાથી બન્ને પક્ષોને ઘરો લાભ પણ થયો છે. બન્ને દેશોની અર્થવ્યવસ્થા એકબીજા સાથે જોડાઈ છે. લીએ બન્ને દેશો વચ્ચે પેદા થયેલી શીત યુદ્ધ જેવી સ્થિતિ પેદા થવાથી અને અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારવાની ચેતવણી પણ કહ્યું હતું કે- અમે શીત યુદ્ધની માનસિકતાને છોડી દીધી છે અને બન્ને મોટી અર્થવ્યવસ્થા વચ્ચેનો સંબંધ તોડવાથી કોઈપણ પક્ષનું ભલું થવાનું નથી અને આખી દુનિયાનું નુકસાન થશે. તાજેતર માં મળતી માહિતી મુજબ  લીએ જણાવ્યું હતું કે, એ સાચું છે કે હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે સંબંધમાં નવી સમસ્યાઓ અને પડકારો આવી ગયા છે. તેમણે સ્વીકાર કર્યો હતો કે બન્ને શીર્ષ વ્યવસ્થાઓ વચ્ચેના સંબંધો કઠિન સમયમાં પસાર થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ચીન-અમેરિકા વચ્ચેના સંબંધો ઠીક કરવા બન્ને દેશો અને પૂરી દુનિયાના હિતમાં છે.