હોંગકોંગમાં સિક્યુરિટી લો લાદતું બિલ ચીનની સંસદમાં પસાર

ચીનની સંસદમાં હોંગકોંગમાં સિક્યુરિટી લોને અમલી બનાવતા બિલને બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે બિલનાં ટીકાકારોએ બિલને હોંગકોંગની સ્વતંત્રતા અને સ્વાયત્તતા છીનવી લેનારું ગણાવ્યું હતું. યુએસ પ્રમુખ ટ્રમ્પ સહિત વિશ્વનાં કેટલાક નેતાઓએ હોંગકોંગની સ્વતંત્રતા પર તરાપ મારતા આ બિલનો ભારે વિરોધ કર્યો હતો.

અમેરિકાના એક થિંક ટેકએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીના કારણે પાકિસ્તાન અને શ્રીલંકાની ડગમગી રહેલી આર્થિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને સંબંધો મજબૂત કરવામાં લાગેલા ચીનને રોકવા માટે ભારત અને અમેરિકાએ કોઇ યોજના બનાવવી જોઇએ.. ચીન આ બંને દેશોને મસમોટી લોન આપીને હિન્દ મહાસાગરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગ્યું છે.. જે ભારત માટે ચિંતાની વાત છે. ભારત મુખ્યરીતે ચીનની વધી રહેલી આક્રમકતાને રોકવાના ઉદેશ્યથી શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયતનામ, મ્યાનમાર, અને સિંગાપોર સહિત ઘણા દેશો સાથે સમુદ્રી સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.