સુપ્રીમનો શ્રમિકો પાસેથી ટ્રેન અને બસનું ભાડું નહીં વસૂલવા આદેશ

કોરોના મહામારીના કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના પ્રતિબંધાત્મક આદેશોનો સૌથી વધુ ભોગ બની રહેલા પ્રવાસી શ્રમિકોને મોટી રાહત આપતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં ફસાઈ ગયેલા પ્રવાસી શ્રમિકો પાસેથી વતન જવા માટે ટ્રેન અને બસનું ભાડું નહીં વસૂલવા આદેશ આપ્યો હતો.

કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીએ કોરોના સામે લડવા સરકારની નીતિનાં વિરોધમાં તેમજ ગરીબો અને માઇગ્રન્ટ મજૂરોની બદહાલ સ્થિતિ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ માટે કોંગ્રેસે ગુરુવારે દેશભરમાં સ્પીક અપ ઇન્ડિયા નામથી ઓનલાઇન ઝુંબેશ શરૂ કરી હતી.

પશ્ચિમ રેલવે દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ખાસ ટ્રેનો દોડાવાશે જેમાં ગુજરાતથી આવતી અને ઉપડતી અથવા પસાર થતી એવી 34 ટ્રેનો સામેલ છે ભારતીય રેલવે દ્વારા શરુ થનાર વધુ ટ્રેનોમાંથી કેટલીક ટ્રેનો ગુજરાતમાંથી દોડાવાશે અને 34 ટ્રેનોના સ્ટોપેજ સહિતનો ગુજરાતને લાભ મળશે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ ટ્રેન સહીત ગુજરાતથી દોડનારી ટ્રેનોમાં સુરતથી છાપરા,અમદાવાદથી હાવરા,બનારસ અને નિઝામુદ્દીન, મુઝફરનગર ,ગોરખપુર,અને પટનાની ટ્રેન નો સમાવેશ થાય છે