અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી બ્રહ્મલીન

ચુંદડી વાળા માતાજી આજરોજ જેઠ સુદ ચોથ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના સવારે ૯:૩૬ અંતિમ શ્વાસ સાથે બ્રહ્મલીન થયા છે. એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવા માં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.

ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.

અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભિકત કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25