આયો કોરોના આયો

આયો કોરોના આયો
આખી દુનિયા માં ફેલાયો
આયો કોરોના આયો
આખી દુનિયા માં ફેલાયો
એ નથી રે રેવાનો તમે યાદ રાખજો
સાવચેતી રાખજો
ભઈ યાદ રાખજો સાવચેતી રાખજો

આયો કોરોના આયો
આ ચીન થી રે આયો
એ તો નથી રે રહેવાનો
તમે ધ્યાન રાખજો
સાવચેતી રાખજો
ભઈ ધ્યાન રાખજો સાવચેતી રાખજો

હે…મોઢા પર માસ્ક તમે પેહરજો
ને ઘડી ઘડી ધોજો હાથ
હે…આ મોઢા પર માસ્ક તમે પેહરજો
ને ઘડી ઘડી ધોજો હાથ
આ દૂર રહેજો ભીડ ભાડ થી
મિલાવતા નહિ હાથ

કરજો બધા નમસ્તે
ચાલો સાવચેતી ના રસ્તે
પછી જીવો હસ્તે હસ્તે
તમે યાદ રાખજો ચેતીને ચાલજો
ભઈ ધ્યાન રાખજો ચેતીને ચાલજો

આયો કોરોના આયો
આખી દુનિયા માં ફેલાયો
એ નથી રે રેવાનો
તમે ધ્યાન રાખજો સાવચેતી રાખજો
ધ્યાન રાખજો સાવચેતી રાખજો

હે જો દેખાય કોરોના ના લક્ષણ
તો ઝટ જાજો ડૉક્ટર ને દ્વાર
હે જો દેખાય કોરોના ના લક્ષણ
તો ઝટ જાજો ડૉક્ટર ને દ્વાર
આ બેદરકારી તમે ના રાખતા
હેલ્પ લાઈન નૉંમ્બેર – ૧૦૪ -no 104

જીવન છે મોંઘુ મૂલ રહેજો અફવાઓથી દૂર
નથી ડરવાની જરૂર તમે યાદ રાખજો
ચેતીને ચાલજો ધ્યાન રાખજો સાવચેતી રાખજો
આયો કોરોના આયો આ ચીન થી રે આયો
દુનિયા ડરાવવા આયો તમે ધ્યાન રાખજો
ચેતીને ચાલજો
ભઈ ધ્યાન રાખજો સાવચેતી રાખજો
મારી વાત મોનજો ચેતીને ચાલજો
તમે ધ્યાન રાખજો ચેતીને ચાલજો