“આંશિક ધિરાણ બાંયધરી યોજના (PCGS)”માં સુધારાને મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકે આંશિક ધિરાણ બાંયધરી યોજના (PGCS) લંબાવવા માટે મંજૂરી આપીને NBFC/ MFC/ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ (MF) દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા AA અથવા તેથી નીચેના રેટિંગ ધરાવતા (મૂળ/ એક વર્ષ સુધીની પ્રારંભિક પાકતી મુદત સાથેના રેટિંગ વગર પેપર સહિત) બોન્ડ્સ અથવા કોમર્શિયલ પેપર (CP)ની જાહેર ક્ષેત્રની બેંકો (PSB) દ્વારા ખરીદીમાં 20% સુધીના પ્રથમ નુકસાન માટે સોવેરિજન પોર્ટફોલિયો બાંયધરીને મંજૂરી આપી છે.

મંત્રીમંડળે પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી અંગે વર્તમાન PCGSમાં સુધારા માટે પણ મંજૂરી આપી છે જેમાં, તેના કવરેજમાં આ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે-

  • તારીખ 1.8.2018 પહેલાં એક વર્ષના સમયગાળા દરમિયાન માત્ર ટેકનિકલ કારણોથી SMA-1 અંતર્ગત જાણ કરવામાં આવેલા NBFC/HFCને યોગ્ય ઠેરવવા. અગાઉ આ સમયગાળા દરમિયાન SMA-1 SMA-2 અંતર્ગત જાણ કરવામાં આવેલા NBFC/HFCને આ યોજના અંતર્ગત અયોગ્ય ગણાવવામાં આવતા હતા.
  • ચોખ્ખા નફાના માપદંડને ત્યાં સુધી હળવા કરવામાં આવ્યા છે કે, સંબંધિત NBFC/ HFCએ FY2017-18, FY 2018-19 અને 2019-20માંથી ઓછામાં ઓછા એક નાણાકીય વર્ષમાં તો નફો કર્યો જ છે. અગાઉ NBFC/ HFCને FY 2017-18 અને 2018-19માંથી ઓછામાં ઓછા કોઇ એક વર્ષમાં તો નફો કરવો જરૂરી હતો..
  • અસ્કયામતોના ઉદ્ધભવના માપદંડો હળવા કરવામાં આવ્યા છે જેથી પૂલ રેટિંગની તારીખથી ઓછામાં ઓછા છ મહિના પહેલાં સુધીના સમયમાં નવી અસ્કયામતોનો ઉદ્ધભવ  સામેલ કરી શકાય. અગાઉ માત્ર 31.3.2019 સુધીના ઉદ્ધભવ વાળી અસ્કયામતો આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી હતી.
  • પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી માટે યોજના 30.6.2020થી લંબાવીને 31.3.2021 સુધી અમલમાં મૂકવામાં આવી છે.

 

વર્તમાન PCGS 11.12.2019ના રોજ બહાર પાડવામાં આવી હતી જેમાં BBB+ અથવા ઉપરના રેટિંગ ધરાવતી રૂપિયા 1,00,000 કરોડની કિંમતની પૂલ કરવામાં આવેલી અસ્કયામતો આર્થિક રીતે સદ્ધર NBFC/ MFC પાસેથી ખરીદવા બદલ PSBને 10% સુધીના પ્રથમ નુકસાન માટે સોવેરિજન બાંયધરી આપવામાં આવતી હતી. કોવિડ-19 મહામારીના ઉપદ્રવ અને તેના કારણે વ્યવસાયોમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે હવે NBFC અને HFC સહકાર આપવા માટે નવા માપદંડો અપનાવવામાં આવે તે જરૂરી થઇ ગયું છે – દેવાની બાજુએ NBFC/ HFC તેમજ MFI – કારણ કે નાના ઋણ લેનારાઓને ધિરાણ આપવામાં MFI પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોવાથી- દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા બોન્ડ/ CPની ખરીદી આવરી લેવા માટે સોવેરિજન બાંયધરી આપીને; અને અસ્કયામતો બાજુએ વર્તમાન PCGSમાં સુધારો કરીને તેનું કવરેજ વધુ વ્યાપક બનાવીને.

 

શિડ્યૂલનું અમલીકરણ:

પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી માટે અને યોજના અંતર્ગત નિર્દિષ્ટ કરેલા સમયગાળા અનુસાર બોન્ડ્સ/ CPની ખરીદી માટે ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી આ એક વખતની આંશિક ધિરાણ બાંયધરીની વિન્ડો 31 માર્ચ 2021 સુધી અથવા પૂલ કરેલી અસ્કયામતોની અને બોન્ડ્સ/ CPની ખરીદી માટે સરકાર દ્વારા આપવામાં આવેલી બંને બાંયધરી સહિત જેના દ્વારા રૂપિયા 10,000 કરોડની કિંમતની બાંયધરી મળતી હોય, બંનેમાંથી જે વહેલા આવે તે તારીખ સુધી ખુલ્લી રહેશે.

અસર

કોવિડ-19ના કારણે ઉભી થયેલી કટોકટી અને તેના પરિણામે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પ્રતિબંધોના કારણે લોનના કલેક્શન અને નવી લોનના વિતરણ બંનેમાં નકારાત્મક અસર પડી છે, તેમજ એકંદરે અર્થતંત્રને પણ મોટી હાનિ થઇ છે. તેના કારણે એવું માનવામાં આવે છે કે, આમની પાસેથી ધિરાણ લેતા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર નબળા પ્રભાવોની અસરો સાથે NBFC/ HFC/ MFI ક્ષેત્રની અસ્કયામત ગુણવત્તાની સમસ્યાઓ ઉભી થવા ઉપરાંત, ધિરાણની વૃદ્ધિ ઘટી જશે તેમજ આ ક્ષેત્ર માટે ધિરાણ લેવાના ખર્ચમાં પણ વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અસ્કયામતો બાજુએથી તો RBI દ્વારા મોરેટોરિયમની સુવિધા કરી આપવામાં આવી હોવાથી થોડી રાહત મળશે, પરંતુ દેવા બાજુએ આ ક્ષેત્રને વધુ પડકારોનો સામનો કરવો પડે તેવી સંભાવના જોવાઇ રહી છે. વર્તમાન યોજનાને લંબાવવાથી દેવા બાજુએથી ઉભી થતી ચિંતાઓ દૂર કરવામાં મદદ મળી રહેશે. વધુમાં, વર્તમાન PCGSમાં સુધારા કરવાથી અસ્કયામત બાજુએથી પણ આ યોજનાનું કવરેજ ઘણું વ્યાપક થઇ શકશે. NBFC, HFC અને MFI વપરાશની માંગ ટકાવી રાખવામાં તેમજ નાના અને મધ્યમ વિભાગોમાં મૂડી નિર્માણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોવાથી, તેમને કોઇપણ અવરોધ વગર ભંડોળ મળવાનું ચાલુ રહે તે જરૂરી છે અને લંબાવેલી PCGSના કારણે તેઓ પદ્ધતિસર આ કામગીરી કરવા માટે સમર્થ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.