“આંશિક ધિરાણ બાંયધરી યોજના (PCGS)”માં સુધારાને મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકે આંશિક ધિરાણ બાંયધરી યોજના (PGCS) લંબાવવા માટે મંજૂરી આપીને NBFC/ MFC/ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ (MF) દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા AA અથવા તેથી નીચેના રેટિંગ ધરાવતા (મૂળ/ એક વર્ષ સુધીની પ્રારંભિક પાકતી મુદત સાથેના રેટિંગ વગર પેપર સહિત) બોન્ડ્સ અથવા કોમર્શિયલ પેપર (CP)ની જાહેર ક્ષેત્રની બેંકો (PSB) દ્વારા ખરીદીમાં 20% સુધીના પ્રથમ નુકસાન માટે સોવેરિજન પોર્ટફોલિયો બાંયધરીને મંજૂરી આપી છે. મંત્રીમંડળે પૂલ કરવામાં આવેલી અસ્કયામતોની ખરીદી અંગે વર્તમાન PCGSમાં સુધારા માટે પણ મંજૂરી આપી છે જેમાં, તેના કવરેજમાં આ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે- તારીખ 1.8.2018 પહેલાં એક વર્ષના સમયગાળા દરમિયાન માત્ર ટેકનિકલ કારણોથી SMA-1 અંતર્ગત જાણ કરવામાં આવેલા NBFC/HFCને યોગ્ય ઠેરવવા. અગાઉ આ સમયગાળા દરમિયાન SMA-1 SMA-2 અંતર્ગત જાણ કરવામાં આવેલા NBFC/HFCને આ યોજના અંતર્ગત અયોગ્ય ગણાવવામાં આવતા હતા. ચોખ્ખા નફાના માપદંડને ત્યાં સુધી હળવા કરવામાં આવ્યા છે કે, સંબંધિત NBFC/ HFCએ FY2017-18, FY 2018-19 અને 2019-20માંથી ઓછામાં ઓછા એક નાણાકીય વર્ષમાં તો નફો કર્યો જ છે. અગાઉ NBFC/…