વર્ષા ઉસગાંવકર કહે છે કે એ માત્ર સંયોગ હતો કે મને મહાભારતમાં ઉત્તરાનો રોલ મળ્યો

ભારતીય ટેલીવિઝનના ઈતિહાસમાં બી. આર. ચોપડાનું મહાભારત સૌથી લોકપ્રિય મહાગાથા રહી છે. આ શોએ આ ઉદ્યોગમાં એક ઝંઝાવાત પેદા કર્યો હતો એટલું જ નહિ, ઘણાં કલાકારોની કારકિર્દી બનાવી હતી અને ઘણાં કલાકારો આજે પણ આ ઇતિહાસના ભાગ બનવા આ તક મળવા બદલ આજે પણ ઋણી છે. મહાભારત કલર્સ પર
સોમવારથી રવિવાર સાંજે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી પુનઃ પ્રસારિત થઇ રહ્યું છે.

દશકાઓ પહેલાં જયારે આ કક્ષાના શોની સફળતાની કોઈ ખાતરી આપી શકે તેમ નહોતું, ત્યારે મહાભારત એક વચનબદ્ધ સંપત્તિ તરીકે બહાર આવ્યું હતું. એક લોકપ્રિય એક્ટર વર્ષા ઉસગાંવકર કે જેણે આ શોમાં ઉત્તરાનો રોલ ભજવ્યો હતો તે એ દિવસોને વાગોળતાં પોતાનો અનુભવ કહે છે. તે જણાવે છે કે આ શોમાં એને રોલ મળશે એવી
કોઈ યોજના નહોતી, એને જે ભાગ ભજવવા મળ્યો તે સંયોગવશાત હતો.


આ રોલ કે જેણે તેની જિંદગી બદલી નાખી તે અંગે વર્ષા ઉસગાંવકર જણાવે છે, “એ દિવસોમાં મહાભારત સિરિયલ ખૂબ લોકપ્રિય હતી અને લોકો એના પ્રસારણને અનુરૂપ પોતાના કાર્યક્રમો યોજતા હતાં. એ દિવસોમાં એવું થયું કે મારે ત્યાં મહેમાનો હતાં અને તેઓએ શૂટ જોવા વિનંતી કરી. અમે જ્યારે મહાભારતના સેટ પર ગયાં ત્યારે તેઓ અભિમન્યુ સાથે એક સિક્વન્સ શૂટ કરતાં હતાં અને તેઓ એની પત્ની તરીકે કોણ ભૂમિકા ભજવી શકે તેની શોધમાં હતાં. એની શરત માત્ર એટલી હતી કે એ શાસ્ત્રીય નૃત્યાંગના હોવી જોઈએ. ગુફી પેન્ટલ કે જેમણે શકુનીની ભૂમિકા ભજવી હતી અને એ પ્રોડક્શન ડીઝાઈનર્સની ટીમમાં હતા, તેમણે મારો સંપર્ક કર્યો. તેઓ મારા મરાઠી ફિલ્મોમાં કરેલા કામથી વાકેફ હતા અને હું સારી ડેન્સર પણ છું. એવું લાગ્યું કે જાણે બધું ભાગ્યમાં લખાયેલું હતું અને એને નકારવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. મારા કરતાં વધુ મારાં માતા-પિતા રોમાંચિત હતાં, જે મારી
સફળતાનું એક કારણ પણ હતાં, અને હું એ હમેશાં આનંદીશ.”

જુઓ મહાભારત કલર્સ પર સોમવારથી રવિવાર સાંજે 7-9 વાગ્યા સુધી