પ્રેમ    થઈ   ગયો    વાત    વાતમાં

પ્રેમ    થઈ   ગયો    વાત    વાતમાં,
કે  વ્હેમ  થઈ   ગયો   વાત  વાતમાં.

શુભ સવાર, શુભ રાત્રી કહ્યું સહજ,
વ્યસન   થઈ    ગયું   વાત   વાતમાં.

ચા પીધી?   ખાધું?  ને  પુછી  ખબર,
દિવાનો   થઈ    ગયો  વાત   વાતમાં.

ધીરજ  ખુટી પછી વળતા જવાબની,
અધીરો   થઈ    ગયો   વાત  વાતમાં.

ખુશી  થતી  હતી  કરીને  મનની વાત,
ઘાયલ    થઈ    ગયો   વાત   વાતમાં.

યાદ છે તને?  કરેલી  મે  દીલની વાત,
ને બદનામ “જય”  થયો  વાત વાતમાં.

પ્રેમ💕જય લીમ્બચીયા