બી આર ચોપડા દિગ્દર્શિત મહા-ગાથા મહાભારતના શોએ ના માત્ર એક માનદંડ ઉભો કર્યો છે, પણ એ જે સમયથી પ્રસારિત થયો છે ત્યારથી
અન્ય પૌરાણિક શો માટે પણ માપદંડ ઊંચો કર્યો છે. આ મહાગાથા કે જે 1980 માં અતિશયોક્તિ સાથે રજુ થયો હતો, તેને દર્શકોને
લાગણીઓમાં અને ટીવી સેટ પર જકડી રાખ્યા હતાં અને આજે પણ કલર્સ પર પુનઃ પ્રસારિત સમયે એ જ દશા છે. આ શોએ શીખવેલી
વાતો આપના જીવનમાં આજે પણ એટલી જ ઉપયોગી છે. આજે જ્યારે આ લોકડાઉનના સમયમાં આ મહાગાથા ફરી એક વાત ટીવી પર
આવી છે ત્યારે બધાં ટીવી કલાકારો મહાભારતના ભૂતકાળમાં ખોવાઈ જાય છે અને આ શોમાંથી શું શીખ્યા એની ચર્ચા કરે છે.
કલર્સના શક્તિ- અસ્તિત્ત્વ કે એહસાસ કી માં પરમિતનો રોલ કરતી ગૌરી ટોંક કહે છે, “મહાભારત એના ભવ્ય, ઠાઠદાર સેટ, અતિ સુંદર
પરિધાન અને જે શિષ્ટ ભાષા બોલાતી હતી એને કારણે મહાભારત મારો મનપસંદ શો હતો. બધા પાત્રોમાં કર્ણ મારો મનપસંદ પાત્ર હતો. હું
મારી મમ્મીને કહેતી હતી કે હું જેને પરણીશ એ કર્ણ જેવો હોવો જોઈએ. એ પાત્રમાં બધા ગુણ હતા જે હું મારા પતિમાં ઈચ્છતી હતી. આ
શો ફરી પ્રસારિત થઇ રહ્યો છે એનાથી હું ખૂબ ખુશ છું, આ લોકડાઉન દરમિયાન હું જ્યારે ઘરે જ છું ત્યારે એ બધા દિવસો યાદ કરીને જીવી
શકું છું.”
શક્તિ- અસ્તિત્ત્વ કે એહસાસ કી માં સોહમ સિંહની ભૂમિકા ભજવતો અવિનાશ મુખર્જી કહે છે, “આપણે જાણીએ છીએ કે મહાભારત
અત્યાર સુધી કહેવાયેલી વાર્તાઓમાં સૌથી મહા-વાર્તા છે. આપણે સૌ એની સાથે લાગણીથી અને આધ્યાત્મિક રીતે જોડાયેલા છીએ.
મહાભારતની કથાનું શૂટિંગ થયું ત્યારે ખૂબ ઊંચી ગુણવત્તાવાળા-હાઈટેક કેમેરા નહોતાં, ટેકનોલોજીકલ આધુનિક સવલતો પણ નહોતી, છતાં
બી આર ચોપડાએ આ વાર્તાને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. એ ફરીથીટેલીવિઝન પર જોતાં હું રોમાંચિત થઇ જઉં છું, અને આશા રાખું છું કે જે
કોઈએ આ શો અગાઉ જોયો ના હોય તે હવે એને જુએ અને એ સમયનો જાદૂ અનુભવે.”
નાગીન- ભાગ્ય કા જહરીલા ખેલમાં દેવની ભૂમિકા કરતો વિજયેન્દ્ર કુમેરીયા જણાવે છે કે, “મને યાદ છે મારા સમગ્ર પરિવારની સાથે હું આ
શો જોતો હતો અને એ રવિવાર રહેતો હતો. મારા મનપસંદ પાત્રો હતાં-ભીષ્મ, અર્જુન અને કૃષ્ણ.મારાં દાદીમા એ લોકોને લગતી જે વાતો
શોમાં દરશાવી નહોતી, તે અમને કહેતાં હતાં. મને લાગે છે કે જુનું મહાભારતાત્યાર સુધી રચાયેલો સૌથી મોટો પૌરાણિક શો છે, અને આજે
પણ એ પાત્રો એટલા જ જીવંત લાગે છે. જો કોઈ ફિલ્મ બનાવવામાં રસ ધરાવતું હોય તો મહાભારત કથા જ શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે છે. અંગત રીતે
હું માનું છું કે આમાંથી ઘણું શીખવાનું છે. મહાભારતમાંથી શ્રેષ્ઠ શીખવાની વાત છે કે વ્યક્તિએ જીવનમાં હમેશાં સાચા રસ્તે ચાલવું જોઈએ.
એ મુશ્કેલ જરૂર લાગશે, પણ આખરે તમામ અવરોધો સામે જીત મળશે.”
નાટી પિન્કી કિ લવ સ્ટોરી માં અર્જુનની ભૂમિકા કરતો પુનિત ચોકસી જણાવે છે, “મહાભારત ટેલીવિઝન પર આવતું હતું એ વિશેષ સમય
હતો. એ અતીતની યાદોમાં દોરી જાય છે. અગાઉ હું માત્ર મનોરંજન માટે જોતો હતો. પણ આજે ફરીથી જ્યારે કલર્સ પર જોઉં છું ત્યારે હું
સમજુ છું કે સમગ્ર જીવન માટેના પાઠનો એ ખજાનો છે.જો કોઈ એની પાછળના વિચ્રોમાંથી માત્ર દસ ટકા પણ યાદ રાખે, તો તમે જીવનને
અને એને જીવવાનાં સાચા રસ્તાને સમજી લીધા છે. હું આશા રાખું કે બધા એ જુએ, અને જીવનના મૂલ્યો શીખે. બાળકો માટે પણ એ
જોવા અને એ સુવર્ણ યુગ અનુભવવો આ મોટી તક છે.”
છોટી સરદારનીમાં સરબજીતનો રોલ કરતો અવિનાશ રેખી કહે છે, “મહાભારત મારા માટે અતીતની ખૂબ યાદો અને મૂલ્ય ધરાવે છે. મને
આજે પણ યાદ છે અમે, અમારાં પાડોશીઓ સાથે મળીને વીસેક જણા એક સાથે મહાભારત જોતાં હતાં, કારણ કે એ વખતે બધાના ઘરમાં
ટીવી નહોતું. બધાં બાળકો અને તેમનાં માતા-પિતા ટીવીની સામે બેસી જતાં, એમના હાથમાં વિવિધ નાસ્તાની પ્લેટ (પંજાબી સંસ્કૃતિ)
રહેતી અને સોય પડે તો પણ સંભળાય એવી શાંતિ રહેતી. મેં મારા દીકરા સાથે એના આરંભિક દિવસે જોયું અને એ વાર્તાથી ખૂબ અંજાઈ
ગયો હતો. એના મો પર એ જ પ્રતિભાવ હતાં જે એ સમયે મારા મો પર હતા! આ સ્પષ્ટ પણે વાર્તાનો અને સ્ક્રીન્પ્લેનો જાદૂ દેખાડે છે જે એ
સમયે બી. આર. ચોપડા સાહેબે સર્જ્યો હતો. આ અનુભવ ખરેખર આનંદદાયક છે. ઘણાં લોકોએ એ પછી મહાભારત બનાવવાની કોશિશ
કરી છે પણ એ મૂળ પ્રોડક્શનની જરાયે નજીક નથી. મને આનંદ છે કે એ કલર્સ પર ટેલીકાસ્ટ થયું છે, કારણ કે આ ચેનલનો વૈશ્વિક વ્યાપ
ઘણો છે, અને નવી પેઢીના દર્શકો એની સાથે જોડાઈ શકશે.”
અનીતા રાજ કે જે છોટી સરદારનીમાં કુલવંત કૌર ઢીલ્લો ની ભૂમિકા ભજવે છે, તે કહે છે, “મારે હમેશાં મહાભારત સિરિયલ જોવી હતી
પણ હું જોઈ શકી નહોતી. એ 1988 માં ટેલીકાસ્ટ થઇ હતી. કલર્સ હાલ, જ્યારે બધાં ઘરમાં જ પૂરાયેલા છે ત્યારે, તે દેખાડે છે એનાથી હું
બહુ ખુશ છું. એ અત્યંત રસદાયક અને લોભામણી છે કે હું દરરોજ એ જોવા રાહ જોઉં છું. 1988 માં એ પ્રસારિત થઇ ત્યારે બધા લોકો
ટેલીવિઝન જોતાં નહોતાં, આ શોએ એની ભવ્યતાની પરાકાષ્ટા સર્જી હતી. પાત્રો અદભૂત હતાં અને એટલી સુંદર પસંદગી હતી કે એ તમને
એ યુગમાં લઇ જાય, અને તમે એનો એક હિસ્સો હોય એવું લાગે. આજે એ પ્રસારિત થાય છે એનાથી હું ખુશ છું, જેથી આવતી પેઢી જે
મહાયુદ્ધ ખેલાયું હતું તેનથી માહિતગાર થાય. દરેક વાર્તાનો એક સંદેશ છે અને એની પાછળ એક અર્થ છૂપાયેલો છે. આ વાર્તા એમાં સૌથી
જીવંત વાતને હાથ પર લે છે- કર્મનું ચક્ર.”
બલરાજ, ખતરોં કે ખિલાડી સીઝન 10 નો સ્પર્ધક, કહે છે, “હું બાળક હતો ત્યારે મેં મહાભારત સિરિયલ જોઈ હતી. આજે પણ જ્યારે હું
પુનીત સર અને રૂપ મેમને જોઉં છું, ત્યારે મારા મનમાં પુનીત સરની પહેલી છબી દુર્યોધન તરીકે આવે છે, અને રૂપ મેમ ને દ્રૌપદી તરીકે
જોઉં છું. એક જ ઉદ્યોગમાં કામ કરવાથી અમે સાચાં નામ જાણીએ છીએ,પણ મહાભારતના તેમના પાત્રોએ એવી દ્રઢ છાપ છોડી છે કે અમે
આજે પણ તેઓને દુર્યોધન અને દ્રૌપદી કહેવાનું પસંદ કરીએ છીએ. આ એક એવો શો હતો જ્યાં આખું કુટુંબ ભેગાં મળીને એક સાથે આ શો
જોતાં હતાં. મેં હમણાં આ શો નથી જોયો પણ મારું આખું કુટુંબ એ ભેગાં બેસીને જુએ છે. હું જ્યારે એમની સાથે વાત કરું છું ત્યારે તેઓ
મને આ શો જોવાનું કહે છે. મને ખાતરી છે કે આ પુનઃ પ્રસારણ લોકોના દિલમાં લાંબા ગાળાની એક છાપ છોડશે. શો ફરી એક વાર ટીવી
પર આવી રહ્યો છે તેનાથી હું ખુશ છું અને આજની પેઢી, બાળકો કે જેઓને આ પહેલાં જોવાની તક મળી નથી એઓ હવે જોઈ શકશે.”
પવિત્ર ભાગ્યમાં પ્રણતિ ની ભૂમિકા ભજવતી અનેરી વજાણી જણાવે છે, “મેં મહાભારત પહેલાં નથી જોયું, પણ મારાં મા-પિતા પાસેથી મેં
એના વિષે ઘણું સાંભળ્યું છે. એ પછી મેં એ વાંચ્યું છે અને કલર્સ પર એને જોઇને હું એકદમ અંજાઈ ગઈ છું. મારી પેઢીના લોકો માટે આવો
મહાગાથાનો શો જોવા મળે છે તે અમારા માટે બહુ મોટી વસ્તુ છે. મજાની વાત એ છે કે લોકડાઉનને કારણે અમે બધાં સાથે બેસીને એ જોઈ
શકીએ છીએ. મારા પરિવારના સભ્યો હજુ પણ ભેગાં બેસીને આગ્રહ રાખે છે કે બધાં સાથે જ શો જુએ. આ મહાગાથામાં આપણને
શીખવવાનું ઘણું છે. એ આપણને સજ્જનોનો સાથ લેવાનું શીખવે છે, સદાચારી જીવન જીવવાનું શીખવે છે, જીંદગીમાં મૈત્રી કેટલી
અગત્યની છે તે જણાવે છે, અને વ્યક્તિ જેમાં માનતી હોય તે બાબતે દ્રઢ રહીને લડત આપવી જોઈએ.”