રંગ બતાવનારા લોકો…

મિત્રતાના નામે હદો વટાવનારા લોકો,
યોગ્યતાનો ઢોંગ કરી સતાવનારા લોકો,
પોતાનું કહ્યું માને ત્યાં સુધી તો બરાબર,
માલિકી જતા જ રંગ બતાવનારા લોકો.

મદદના નામ પર સોદો કરનારા લોકો,
મદદ યાદ કરાવી કામ કઢાવનારા લોકો,
તેમને કામ લાગો ત્યાં સુધી તો બરાબર,
મદદ ન કરતા જ રંગ બતાવનારા લોકો.

બીજાકોઈના નિર્ણયો પોતે લેનારા લોકો,
અંદર અહમ બહાર દેખાડો કરનારા લોકો,
તેમને કશું ન કહો ત્યાં સુધી તો બરાબર,
બે સત્ય કહેતા જ રંગ બતાવનારા લોકો.

દૂર થવું જો પરખાઈ જાય આ મૂર્ખ લોકો,
તેમને જોઈએ મારીને જગાવનારા લોકો,
તમે ઘૂંટણિયે ન પડો ત્યાં સુધી તો બરાબર,
બાકી ખૂબ છે આવો રંગ બતાવનારા લોકો.

પ્રીત લીલા ડાબર ” Vibrant writer ”