મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી લંબાવ્યું લૉકડાઉન

કોરોના વાયરસ (Covid19) ના પ્રસારને ઓછો કરવા માટે મહારાષ્ટ્ર સરકારએ રાજ્યમાં લૉકડાઉનની અવધિ 31 મે સુધી લંબાવી દીધી છે. રાજ્ય સરકારે આ બાબતે 17 મે 2020 ના રોજ આદેશ જાહેર કર્યો. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડિઝાસ્ટર કાયદા 2005 હેઠળ 17 મે  2020 સુધી લૉકડાઉનની અવધિ લંબાવવામાં આવી હતી જે આજે ખતમ થઈ રહી છે.

એક આદેશમાં રાજ્ય સરકારે કહ્યું કે, રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનના નિયમ પહેલાની જેમ જ લાગુ રહેશે. રાજ્ય સરકારે એપેડેમિક ડિસિઝ એક્ટ 1897, ડિઝાસ્ટર પ્રબંધન કાયદો 2005 હેઠળ આ લૉકડાઉન લંબાવ્યું છે.