પશ્ચિમ રેલ્વે પર છેલ્લા 48 દિવસમાં 5.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ

ભારતીય રેલ પ્રણાલી પર આઈઆરસીટીસી,આરપીએફ અને ઝોનલ રેલ્વે જેવી ગણા રેલ્વે સંગઠનો ના કર્મચારીઓ એ કોવિડ 19 ના કારણે જાહેર લોકડાઉન વખતે જરૂરતમંદો ને ભોજન વિતરણ અને રેલ્વે ની સમાજ સેવા ની પ્રતિબદ્ધતા ને જારી રાખવા પ્રયાસ ચાલુ રાખ્યા છે આ ક્રમ માં પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા સંયુક્ત રૂપે 29 માર્ચ, 2020 ના રોજ પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળો માં શરૂ કરાયેલ મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશનની અનોખી અને સામાજિક સેવા પહેલ ને 15 મે, 2020 ના રોજ 48 દિવસ પૂર્ણ થયા.આ દરમિયાન મિશન અંતર્ગત 5.50 લાખથી વધુ જરૂરતમંદ લોકોને લાભ મળ્યો છે, જેમણે આ સંયુક્ત મિશન અંતર્ગત નિ:શુલ્ક ફૂડ પેકેટ મેળવ્યા હતા.રેલ્વે સ્ટેશનોની આજુબાજુના વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની અન્ન જરૂરિયાતોને પહોંચી વળવા આ મિશન માં આરપીએફ, જીઆરપી અને પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક વિભાગ સાથે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને એનજીઓ સાથે મળીને ખોરાક ની સાથે કાગળ ની ડિશો નું પણ સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે, ખોરાકના વિતરણ દરમિયાન, બધા સંબંધિત લોકો દ્વારા સામાજિક અંતર અને સ્વચ્છતા પાસાઓ યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.

 

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસીના સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન 15 મે 2020 ના રોજ 48 માં દિવસે પ્રવેશ્યુ  જે અંતર્ગત લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળ પર છેલ્લા 48 દિવસમાં કુલ 5.50 લાખ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આમાંથી, 2.61 લાખ ફૂડ પેકેટનો મોટો હિસ્સો આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોન દ્વારા તેના મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદમાં આવેલા બેસ કિચનોમાંથી પૂરો પાડવામાં આવ્યો છે.  આ મિશનની સાતત્યમાં, 15 મે 2020 ના રોજ, પશ્ચિમ રેલ્વેના છ મંડળમાં કુલ 7160 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઈઆરસીટીસીના સામુદાયિક ભોજન ઉપરાંત, મુંબઇ સેન્ટ્રલ ડિવીઝનના વાણિજય કર્મચારીઓએ મુંબઈ વિભાગના  વિવિધ  સ્થળોએ વિવિધ બિન-સરકારી સંસ્થાઓ ના સહયોગ દ્વારા 1275 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, અમદાવાદ મંડળ માં  આઈઆરસીટીસી સિવાય અમદાવાદ,ધ્રાંગધ્રા, મેહસાણા સ્ટેશન પર 2925 ભોજન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા મંડળ દ્વારા વડોદરા શહેરમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 1510 ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે. જુનાગઢ રેલ્વે સ્ટેશન પર પશ્ચિમ રેલ્વેના સ્થાનિક સ્ટાફ અને એનજીઓ દ્વારા 160 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.સાંઈ સેવા ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી રાજકોટ મંડળ માં  સુરેન્દ્ર નગર અને હાપામાં 40 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, રતલામ મંડળના વિવિધ સ્ટેશનો પર 210 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વાપીના જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર હાઉસકીપિંગ સ્ટાફ, પાર્સલ લોડરો અને અન્ય કર્મચારીઓને 50 પેકેટ ફૂડનું વિતરણ કરાયું હતું.સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશનના ધોબી તલાવ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને 850 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.  જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઇ દ્વારા પરિચર સદન ઉપરાંત આઈ.ઓ.ડબલ્યુ સ્ટાફ, કાર શેડ સ્ટાફ વગેરેને 100 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું મુંબઇ સેન્ટ્રલના પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક કર્મચારીઓએ ચર્ની રોડ અને માટુંગા રોડ સ્ટેશનો પાસે વિવિધ જરૂરીયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું.પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક યોદ્ધાઓ એ મુંબઇ સેન્ટ્રલના જગજીવન રામ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને વિતરણ માટે ફૂડ પેકેટ આપ્યા હતા. મેસર્સ રેલ એજન્સી, નવી દિલ્લી એ કોરોના સામેની લડાઈ માટે પ્રતાપનગર હોસ્પિટલ ના કર્મીઓ માટે 100 પીપીઇ કીટ આપવામાં આવી હતી. કોરોના સંક્રમણ ને રોકવા માટે હોમિયોપેથીક દવાઓ સબંધિત સ્ટેશન માસ્ટરો દ્વારા વડોદરા મંડળ ના ઇટોલા નવીપુર, વરેડિયા, અને પાલેજ સ્ટેશનો ના કર્મચારીઓ ને વિતરણ કરવામાં આવી  હતી.