પોસ્ટ લોકડાઉન બિઝનેસ વિષે માહિતીપ્રદ વેબિનાર, તમે પણ જોડાઈ શકો છો…

લોકડાઉંન અનેક શહેરો અને ગ્રીન ઝોનમાં ખુલવા જય રહ્યું છે ત્યારે દરેક ધંધાઓએ શું તકેદારી રાખવી અને કેવી રીતે આગળ વધવું તે માટે એક વેબિનાર, કન્સલ્ટન્ટ, SME કોચ અને બિઝનેસ સ્ટ્રોરિઝ ના લેખક ચારણિયા દ્વારા રવિવાર 17 મેં ના રોજ સાંજે 4.30 કલાકે યોજવામાં આવ્યો છે, આ વેબિનાર વાપી અને દમણમાં કાર્યરત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આયોજિત કરાયો છે. આ કાર્યક્રમના મુખ્ય સહયોગી માં ફોર્ચ્યુન ડ્રિમકોન (www.fortunedreamcon.com) – ઇવેન્ટ પાર્ટનર, નવજીવન ટાઈમ્સ (www.Navjivantimes.com) આ કાર્યક્રમનું મીડિયા પાર્ટનર તથા બ્રાન્ડપાપા (www.BrandPAPA.com) – ડિજિટલ પાર્ટનર તરીકે જોડાયેલા છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બધાજ બિઝનેસ અને પ્રોફેશનલ લોકડાઉંન પછી કેવી રીતે આગળ વધી શકે તે માટે માર્ગદર્શન અને સજેશન મેળવવાનો છે, આ વેબિનારના મુખ્ય સ્પીકર શ્રી ચારણિયા એક દસકાથી વધારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ યુનિટને કન્સલ્ટેશન અને ગ્રોથ માટે કાર્યરત છે, તેઓની પાંચ પુસ્તકો જેમાં અનેક બિઝનેસમેનના જીવનની સફર અને મુશ્કેલીઓ તથા સફળતાની વાતો અને ઇન્ટરવ્યૂ છે તે ખુબજ લોકપ્રિય છે. તેઓ ડેરીડોન , શ્રી ભાવની જવેલર્સ, ગ્રીન ચીલી, ગુલાબ સીંગતેલ જેવી અનેક ઇન્ડસ્ટ્રીમાં કન્સલ્ટિંગ આપી ચુક્યા છે અને માસ્ટરમાઈન્ડ નામક કન્સલ્ટેશન સંસ્થા ચલાવે છે.

આ કાર્યક્રમ માં મુખ્ય સપોર્ટર તરીકે વાપી સ્થિત ” સ્ટાર્ટઅપ વાપી“, “EAV – એન્જીનીયર્સ એસોસિએશન ઓફ વાપી“, લાયન્સ ઇન્ટેરનાથનાલ અમદાવાદ એક્સલન્સ, સ્ત્રીત્વ વુમન એન્ત્રપ્રેન્યોર ક્લબ, હાર્ટ ઓફ લિટરેચર તથા તેઓને સંલગ્ન સંસ્થાઓ જોડાયેલી છે. શ્રી મેહુલ પટેલ દ્વારા વાપી એન્જીનીયર્સ અસોસિએશનના દરેક મેમ્બરને આ કાર્યક્રમ માટે વિડીયો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તથા સ્ટાર્ટઅપ વાપીના ફાઉન્ડર કૃષિત શાહ દ્વારા પણ એક વિડીયો મેસેજ આ કાર્યક્રમ સંદર્ભે તરતો મુકાયો હતો. સ્ત્રીત્વ – વુમન એન્ટરપ્રીન્યુર ક્લબના કન્વીનર આરતી પટેલ દ્વારા ગ્રુપમાં આ કાર્યક્રમ વિષે માહિતી આપવામાં આવી હતી તથા આદિત શાહ દ્વારા હાર્ટ ઓફ લિટરેચર ગ્રુપમાં આ પ્રોગ્રામની માહિતી તથા રજિસ્ટ્રેશન લિંક આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ એક્સલન્સના સેક્રેટરી અને ટ્રાવેલ પ્લાઝાના ફાઉન્ડર સંદીપ સક્સેના દ્વારા ક્લબના લોકોને વેબિનારમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ પ્રોગ્રામના મુખ્ય આયોજક અને કોન્ક્રીએટના ફાઉન્ડર, સત્યેન ભાઈ જણાવે છે કે તેઓએ આ લોકડાઉંન દરમિયાન આ પ્રકારના માહિતી સભર અને નિઃશુલ્ક વેબિનાર અને અવેરનેસ કેમપેઇન કરી અને ક્લાયન્ટ, એમ્પ્લોયી, મિત્રો અને અફિલિયેટ લોકો સાથે અવેરનેસ માટે સતત કાર્યરત રહી અને કોરોના મહામારીથી સફળતાપૂર્વક બહાર આવવાનો નીર્ધાર કર્યો છે.

આ પ્રોગ્રામ ઓનલાઇન થશે અને રજીસ્ટ્રેશન પણ નિશુક્લ છે પરંતુ સીટ માર્યાદિત હોવાથી વહેલા તે પહેલા ધોરણે સ્થાન આપવામાં આવશે , આપ પણ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો.

Free Link: http://shorturl.at/eCDEX