Lockdown 4.0, 18મે પહેલા જાણકારી અપાશે

કોરોના વાયરસ મહામારી (Coronavirus) વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, નવું લોકડાઉન 4 નવા નિયમોવાળુ હશે. પીએમ મોદીએ કહ્યું કે, લોકડાઉનનો ચોથો તબક્કો એકદમ નવા રંગ રૂપવાળો અને નવા નિયમોવાળો હશે. રાજ્યો તરફથી મળેલા સૂચનોના આધાર મુજબ. લોકડાઉન 4ની જાણકારી તમને 18મે પહેલા આપી દેવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે, વૈજ્ઞાનિકો જણાવે છે કે, કોરોના લાંબા સમય સુધી આપણી જિંદગીનો એક ભાગ બની રહેશે, પરંતુ આપણે આપણી જિંદગીને આ પ્રકારે નહીં હોમી દઈએ, આપણે માસ્ક પહેરીશું અને બે ગજ ડિસ્ટન્સનું પાલન કરીશું પરંતુ લક્ષ્‍યને પ્રભાવિત નહીં થવા દઈએ. આપણે કોરોના આફતને અવસરમાં બદલી આ આફત ભારત માટે એક સંકેત, એક સંદેશ અને એક અવસર લઈને આવી છે. આ પહેલા ભારતમાં એક પીપીઈ કિટ બનતી ન હતી અને N95 માસ્કનું નામ માત્રથી ઉત્પાદન થતું હતું. પરંતુ આજે ભારતમાં 2-2 લાખ પીપીઈ કિટ અને N95 માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ આફતને અવસરમાં બદલવાથી શક્ય બન્યું. ભારતને આત્મનિર્ભર ભારતના સંકલ્પથી આ શક્ય બન્યું.