51 દિવસ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે ટ્રેન સેવા શરૂ

51 દિવસ બાદઅમદાવાદ-દિલ્હી વચ્ચે ટ્રેન સેવા શરૂ થઈ. અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશનથી 1250 પેસેન્જર સાથે સાંજે એક ટ્રેન દિલ્હી જવા રવાના થઈ. અમદાવાદ રેલવેના ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે.

જોકે આ ટ્રેનમાં જનરલ કોચ રખાયા નથી. અને આખી ટ્રેન એસી કોચ સાથે જ છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ નિયમોનું પાલન કરાયું છે. તો બ્લેન્કેટ, ઓશિકું જેવી વસ્તુઓ પેસેન્જરને આપવામાં આવી નથી. રાજધાની સમકક્ષ ટિકિટ ભાડું છે. પરંતુ ટિકિટ ભાડામાં જમવાનો ચાર્જ સમાવાયો નથી.