હાલ ગુજરાતમાં લોકડાઉન ચાલુ છે ત્યારે પરપ્રાંતિઓને પોતાના વતન લઈ જવામાં આવી રહ્યાં છે. જોકે પાટણના રાધનપુરમાં 199 પરપ્રાંતિયઓ અટાવાયા હોવાનું સામે આવ્યું છે. આજે ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જવાના હતા તે ટ્રેન અચાનક રદ્દ થઈ ગઈ થછે જેના કારણે પરપ્રાંતિઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે હાલ રામસેવા સમિતિએ તમામ પરપ્રાંતિઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતીય રેલવે (Indian Railways)એ રવિવારે કહ્યું કે તેમની યોજના 12 મેથી તબક્કાવાર પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવાની છે, અને શરૂઆતમાં પસંદગીના રૂટો પર 15 ટ્રેન (અપ-ડાઉન મળીને 30 ટ્રેનો) દોડાવવામાં આવશે. રેલવેએ કહ્યું કે આ ટ્રેનોમાં સીટો રિઝર્વ (Reserved Seats) કરાવનારા મુસાફરોને પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. ભારતીય રેલવેએ કહ્યું કે શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનો (Rajdhani Trains)ના રૂટ પર એસી કોચ સેવાઓ શરૂ થશે અને તેનું ભાડું સુપર-યાસ્ટ ટ્રેનો જેટલું હશે.નવી દિલ્હીથી આ સ્થળોએ જશે ટ્રેનો
રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે દોડશે. અધિકારીએ જણાવ્યું કે શ્રમિક ટ્રનોથી ઊંધું આ ટ્રેનોના ડબ્બામાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેનું ભાડું કોઈ પણ પ્રકારની છૂટની શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે શ્રમિક સ્પેશલ ટ્રેનોમાં એક ડબ્બામાં મહત્તમ 54 મુસાફરોને પ્રવાસ કરવાની મંજૂરી છે.