માતૃત્વ દિવસ દર મે મહિના ના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.આમ તો માતૃત્વ દિવસ રોજ ઉજવો તોય ઓછું છે પણ એક ખાસ દિવસ જગત ની દરેક માતા ને એક સાથે માન આપીને સન્માવવામા આવે છે.
મા એટલે ઝાકળ, મા એટલે કૂંપળ,મા એટલે અંધારા પછી ઉગતી સવાર, ક્ષિતિજ ને પેલેપાર,રણમાં મળતું પાણી ની બુંદ,હાશકારો, સાંત્વના,તારલાઓ જોઈ મન ખુશીથી ઝુમી ઉઠે એવું વ્હાલ,એકલતાનો આધાર,ઉત્સાહ, ધિરજ,શક્તિ બધા સારા વાના થઈ જશે બેટા એટલુંજ બોલે ત્યાં અડધું તો દર્દ કે ડર કે તકલીફ તો તરતજ ગાયબ થઈ જાય.ને આવી તો કેટલીયે ઉક્તિઓ જે મા શબ્દ પાસે ટૂંકી પડે ઓછી પડે.
માટે આજે ખાસ તમને એક કામ કરજો નોકરીમાં તો આજે રજા હશે પરંતુ દુકાનદારો તો અચૂક જવાના હોય માટે પપ્પા ને કહી દેજો કે આજે તેના કામમાંથી રજા લઈ લે અને તેમના મિત્રોને આજનો દિવસ મળવાનું ટાળે.આખો દિવસ મા સાથે પસાર કરે તમારી સાથે પસાર કરે. અને આજના દીવસ મા માટે ખાસ બનાવી દેવાનું બીડું તમે ઝડપી લેજો.
વહેલી સવારે જાગીને મા પોતાના ઘરના સભ્યો માટે ચા નાસ્તો બનાવીને તૈયાર જ રાખે છે.તમે જાગો એટલે ચા નાસ્તો તરતજ હાજર હોય પછી બીજા ઘરના કામ પતાવે અને છેલ્લે ચા નાસ્તો કરે.પણ ક્યારેય કામ ની ફરિયાદ નઇ કરે બપોરના બાર વાગતા સુધીમા તો એણે કેટલાય કામ પળભર ના આરામ વગર કરી નાખ્યા હોય. તો આજે આ કામ માંથી તેમને મુક્તિ મળે તેવું આયોજન કરજો.બહાર ફરવા જવાનો અને એક સારી ચલચિત્ર (movie)જોવાનું પણ આયોજન કરજો.રાત્રી ભોજન પણ શક્ય હોય તો બહાર જ ગોઠવજો.
મા ની પાસે તમે નિઃસંકોચ દરેક વાત કરી શકો છો કેમકે તમને વિશ્વાસ છે કે એના પાસે કોઈ ને કોઈ નિષ્કર્ષ તો હશેજ અથવા તો એવી વાત કહેશે કે તમે એ જવાબ થઈ સંતુષ્ટ થાઓ.મા એ સંપૂર્ણ નિસ્વાર્થ પણ ભરેલો પ્રેમ નો મીઠો સાગર છે. એને તમારી સતત ચિંતા રહેતી હોય છે.એની પ્રેમ કરવાની રીતજ અલગ હોય છે એ તમને કોઈ બંધન કે શરતો વગર નિસ્વાર્થ પ્રેમ કરે છે.દુનિયાની કોઈ પણ મા તેમાં દરેક પ્રાણી,જળચર, પંખી દરેક જીવ આવી જાય છે એના સંતાન માટે જીવ જોખમ મા નાખતા જરાય ખચકાતી નથી ને કોઈ પણ ભોગે એનું રક્ષણ કરે છે.એનું હિત ઈચ્છે છે.
જગતમા દરેક જીવમાં માતાજ પોષણ આપતી હોય છે.તો ક્યારેક એને જગતમાં સંઘર્ષમય જીવનમા અસ્તિત્વ ને કેમ ટકાવી રાખવું એના દાવપેચ રીત રસમ શીખવાડવા માટે ઘડતર કરવા ક્યારેક કઠોર પગલા પણ લેતી હોય છે પણ એમાં પણ તેનો પ્રેમ જ છુપાયેલો હોય છે.દુનિયાના મોટા હિંસક જીવો સિંહ કે મગરમચ્છ પોતાના જડબામાં કોઈ જીવ જીવતો ન બચે એ સંહારક જડબામાં નાના કુણા કૂંપળ જેવા તેના સંતાનો ને લઈ હેરફેર કરતા હોય ત્યારે આપણને અચરજ જરૂર થાય પરંતુ ત્યારે એ એક મા નો અઢળક પ્રેમ વ્હાલ ની મહાનતા ના દર્શન થાય છે.
મારે એ દરેક લોકો જે માતાપિતા ને ઘરડાઘર માં મૂકી આવે છે તેમને કહેવું છે.તે વિચાર કરે જે માતા પિતા એ તમારા ઉછેર માટે પોતાની ખુશીઓ સુખ પોતાની ઈચ્છા ને એવું ઘણું બધું ત્યાગ કરીને આ સંઘર્ષ મય જગત માં તમને જીવન જીવવાની રીતો શીખવી જ્યારે તમારો સમય તેમને સાચવવાનો આવ્યો ત્યારે તમે આવો અત્યાચાર ન કરો.માતા પિતા ના ચરણોમાં તમને સ્વર્ગ થી વધારે સુખ મળશે એ નક્કી છે.
નમન છે સૃષ્ટિ ની દરેક મા ને જે ક્યારેય ન દેખાતી અદ્રશ્ય શક્તિઓ વિકટ પરિસ્થિમાં એક દિવ્ય શક્તિ તરીકે ઉભરી આવીને એના સંતાનો માટે સર્વસ્વ ન્યોછાવર કરી ને પણ એ જતાવતી નથી.ધન્ય છે એ માતાઓ ને.
મને મારા ઘરમાં સ્વર્ગ જેવું લાગે
માતાપિતાના ચરણે ઈશ્વર જેવું લાગે.
~ કમલ ખત્રી , ભાવનગર.