મધર્સ ડે ઉપર રજૂ થનારું ગીત ‘માં’  દરેક માતાને સમર્પિત

આવનારી 10મી મે 2020 મધર્સ ડે ઉપર રજૂ થનારું ગીત ‘માં’  દરેક માતાને સમર્પિત છે. આત્મીયતાથી ભરપૂર ‘માં’  ની રચના મ્યુઝિક ડિરેક્ટર કેદાર અને ભાર્ગવે કરી છે અને ગીતમાં સ્વર જીગરદાન ગઢવી ‘જિગરા’ એ આપ્યો છે. લિરિક્સ મિલિન્દ ગઢવીએ લખેલા છે અને નિર્માણ મહેશ દાનનાવર દ્વારા ઇન્ડી પૉપ મ્યુઝિક ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.  ‘માં’ એક એવું ગીત છે જે દરેક બાળકને પોતાના નાનપણની યાદગાર પળો અને વાતો જે તેઓએ પોતાની માતા સાથે વિતાવી છે તેને જીવંત કરે છે.

ઇન્ડી પૉપ મ્યુઝિક એક એવું  પ્લેટફોર્મ છે જ્યાં શ્રેષ્ઠ ઓરિજિનલ ઇન્ડી મ્યુઝિકને દર્શાવાય છે. ઇન્ડી પૉપ મ્યુઝિકએ મોટા અને ઉત્તમ ગાયકો,  સંગીતકારો અને આર્ટિસ્ટ ઉપરાંત નવા ટેલેન્ટને પોતાની પ્રતિભા દેખાડવાથી લઈને તેને સ્ટારડમ સુધી પહોચાડવા માટે સહયોગ કરે છે.  ઇન્ડી પૉપ મ્યુઝિક એ મ્યુઝિક રેકોર્ડિંગ કંપની છે જેની સ્થાપના મહેશ દાનનાવર દ્વારા કરવામાં આવી છે. ઇન્ડી પૉપ મ્યુઝિક એ MD  મીડિયા કોર્પોરેશનનું વેન્ચર છે જે ફિલ્મ નિર્માણના કાર્યમાં સક્રિય છે.

12મી મે 2020 ના ‘માં’ ગીત બધા જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દર્શકોને નિહાળવા મળશે જેવાકે યુટ્યૂબ,  ગાના,  જીઓ સાવન,  Wynk મ્યુઝિક,  હંગામા મ્યુઝિક,  એમેઝોન પ્રાઈમ મ્યુઝિક,  રાગા,  એપલ મ્યુઝિક,  સ્પોટીફાય,  આઈ ટ્યુન સ્ટોર,  MX મ્યુઝિક,  ગૂગલ પ્લે અને લગભગ 200 જેટલાં દુનિયાભરના અન્ય પ્લેટફોર્મ્સ પર. ઇન્ડી પૉપ મ્યુઝિકએ બધા જ ટેલિકોમ ઓપરેટર જેવાકે જીઓ,  એરટેલ,  વોડાફોન આઈડિયા અને BSNL સાથે સંગઠન સાધ્યું છે જેથી સાંભળનર પોતાનું મનગમતું ગીત ‘માં’ ની કોલર ટ્યુન અને રિંગ ટોનનો સરળતાથી લાભ ઉઠાવી શકે.

 

Youtube: https://youtu.be/mUh2zlNAn3g