સુરત: હજારો શ્રમિકોના ટોળા અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ

  • વતન જવાની માંગ સાથે હજારો શ્રમિકો રસ્તા પર ઉતર્યા
  • પોલીસે ઘર્ષણ કરનાર 50થી વધુ શ્રમિકોની અટકાયત પણ કરી
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટો પોલીસ કાફલો હજીરા ખડકાયો

સુરતના મોરા ગામ નજીક આવેલાં હજીરાં ઔદ્યોગિક વિસ્તારમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. વહેલી સવારથી હજારો શ્રમિકો વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉર્તયા હતા. ઘટના વધુ ગંભીર થતાં પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ત્યાર બાદ શ્રમિકોનું ટોળું વિખેરાયું હતું. શ્રમિકોના ટોળાએ પોલીસ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.

સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોના ટોળાં અને પોલીસ વચ્ચે પરિસ્થિતિ ખુબ જ તંગ બની હતી. શ્રમિકોને માલિકો દ્વારા પગાર ન આપવા અને વતન જવા દેવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા.જો કે પોલીસની સમજાવટથી પછી પણ ટોળું કાબુમાં ન રહેતાં ઘર્ષણ સર્જાયું હતું. હજારો શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ગોઠવાયો છે.પોલીસ દ્વારા શ્રમિકોને કંટ્રોલ કરવા ફુટ પેટ્રોલિંગ પણ કર્યું છે. જો કે આ સાથે પોલીસે હુમલો કરનાર 50 જેવા શ્રમિકોની અટકાયત પણ કરી છે.