બોલિવુડ સિનેમાને મોટા એક સ્ટાર એક્ટર ઋષિ કપૂરે 30 એપ્રિલ 202એ અલવિદા કહી દીધું. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારના 20 લોકોએ હાજરી આપી હતી. દુઃખની વાત એ છે કે તેમના અંતિમ સંસ્કારમાં દિકરી રિદ્ધિમા કપૂર ઈચ્છા હોવા છતાં આવી ન શકી. જોકે તેને ગુરુવારે સવારે જ દિલ્હી પોલીસે મુવમેન્ટ પાસ આપી દીધો હતો પરંતુ મુંબઈ આવવાનો રસ્તો લાંબો હોવાના કારણે તે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ ન હતી થઈ શકી.
ઋષિ કપૂરનું અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યું
ઋષિ કપૂરનું અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાન ઘાટમાં ઈલેક્ટ્રિક પ્રણાલીથી કરવામાં આવ્યું. આ અવસર પર સેફ અલી ખાન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, નીતૂ કપૂર, આદર જૈન, કુણાલ કપૂર સમેત કપૂર પરિવારના નજીકના લોકો સામેલ હતા. તેમને અંતિમ વિદાઈ આપવા પાંચ અન્ય નજીકના લોકો પણ સામેલ થયા હતા. ઋષિનું નિધન આખા કપૂર ખાનદાન માટે મોટો ઝટકો છે. ખાસ કરીને નીતૂ કપૂર, રણવીર અને રિદ્ધિમા કપૂર માટે આ દુખદ ઘડીનો સામનો કરવો ખૂબ પડકાર ભર્યો હતો.