અભિનેતા ઈરફાન ખાનનું આજે નિધન થયું. તેમને એક એવી બીમારી હતી જે ખૂબ ઓછા લોકોને હોય છે. જેનું નામ છે Neuroendocrine-Tumour. આ ટ્યૂમર વ્યક્તિના શરીરમાં પેટ, ડુયોડેનમ (ગ્રહણી) એપેન્ડિક્સ, કોલોન અને રેક્ટમ, પેક્રિયાઝ જેવા ભાગમાં થાય છે. શરીરના આ ભાગમાં થતા કેન્સરને ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. આ કારણે માત્ર ઈરફાન ખાનનો જ જીવન નથી ગયો પણ એપલના સીઈઓ સ્વીટ જોબ્સ, હોલિવુડ અભિનેતો જ્હોન હર્ટ સહિતના ઘણા નામચીન કલાકારો આ રોગનાં કારણે મૃત્યું પામ્યા છે.
ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ એવા સમયે રીલીઝ થઇ જ્યારે કોરોના વાયરસ મહામારી ભારતમાં ફેલાવાની શરૂ થઇ ગઇ હતી. જેના પરિણામ સ્વરૂપ દેશભરમાં થિયેટર્સ બંધ થયાં. તે બાદ આ ફિલ્મ ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચી. હોમી અદજાનિયા દ્વારા નિર્દેશિત અંગ્રેજી મીડિયમમાં એક બાપ-દિકરીના સંબંધોની કહાની વણી લેવામાં આવી છે.