મુખ્યમંત્રીશ્રી –ઃ
• ગુજરાતની જનતાને ભરોસો આપવા માંગુ છું કે, સરકારે તમામ આવશ્યક પગલાં સાર્વત્રિક રીતે લીધાં છે
• નિષ્ણાંતો સાથે પરામર્શ અને ભારત સરકારની ગાઇડલાઇનને અનુરૂપ પગલાઓ લઇ જનતાનો આત્મવિશ્વાસ જળવાઇ રહે તેવી કામગીરી સરકારે કરી છે
• સાડા છ કરોડ ગુજરાતીઓ જ અમારા ઇષ્ટદેવ
• ગુજરાતની પ્રજાને કોરોનાથી બચાવવી એ જ સરકારનું લક્ષ્ય
• કોઇપણ પ્રકારનો જ્ઞાતિ-જાતિ ભેદ આ રોગ સામેની લડાઇમાં હોઇ ન શકે, ગુજરાત અને ગુજરાતીઓ સાંગોપાંગ પાર ઉતરે એ જ આપણું લક્ષ્ય
• રાજ્યના કુલ કેસ પૈકીના ૮૦ ટકા કેસ ચાર મહાનગરોમાં છે એટલે ત્યાં લોકડાઉન હળવું નહીં કરવાનો પ્રજાલક્ષી નિર્ણય અમે કર્યો છે