કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT)એ આજે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં કોવિડ-19 પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે કેટલાક IRS અધિકારીઓ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હોવા સંબંધિત અહેવાલો ફરી રહ્યા છે.
આથી સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે, CBDTએ ક્યારેય IRS સંગઠનો અથવા તેના અધિકારીઓને આવા કોઇપણ અહેવાલ બનાવવાનું કહ્યું નથી. કોઇપણ અધિકારીએ સત્તાવાર બાબતે તેમના અંગત મંતવ્યો અને સૂચનો સાથે જાહેર જનતા સમક્ષ જવાની મંજૂરી માંગી નથી, જે અમલીકૃત આચરણ નિયમોનું ઉલ્લંઘન છે. આ બાબતે જરૂરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આવા વિવાદિત અહેવાલો કોઇપણ પ્રકારે CBDT/ નાણા મંત્રાલયના સત્તાવાર મંતવ્યો પ્રતિબિંબિત કરતા નથી તેવો અહીં પુનરોચ્ચાર કરવામાં આવે છે.