Key Facts:
- 70 ટકા જવાબઆપનારાઓ એ વાતને લઈને હેરાન રહે છે કે તેમની ઓળખ ચોરી થઈ શકે છે.
- 80 ટકા જવાબઆપનારાઓ પોતાના જીવનમાં કોઈ ને કોઈ સમયે સાઈબર ગુનાના શિકાર બન્યા હતાં.
- 94 ટકા જવાબઆપનારાઓ એ પોતાના ઓનલાઈન ફુટપ્રિન્ટ્સ છુપાવવા માટે સક્રિય પગલા લીધા છે.
- મોટાભાગના જવાબઆપનારાઓએ સ્કુલોમાં (74 ટકા), કાનુન લાગુ કરવવામાં (76 ટકા) અને રીટેલર્સ (69 ટકા) વચ્ચે ફેશીયલ રેકોગ્નિઝેશન નો ઉપયોગનું સમર્થન કર્યું પરંતું 58 ટકા ને લાગે છે કે આગલા વર્ષમાં આનો દુરઉપયોગ થવાની સંભાવના છે.
વપરાશકર્તા સાઈબર સુરક્ષા માં ગ્લોબલ લીડર નાર્ટનલાઈફલોક, એ પોતાના વાર્ષિક સાઈબર સુરક્ષા ઈન્સ્ટા રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં બહાર પાડવામાં આવ્યું છે કે ભારતમાં લગભગ 10માંથી 4 (39 ટકા) જવાબઆપનારાઓની ઓળખની ચોરીનો અનુભવ કર્યો છે, જેમાં 10 ટકા પાછલા 1 વર્ષમાં તેનાથી પ્રભાવિત થયા છે.
રીપોર્ટ જણાવે છે કે 61 ટકા જવાબઆપનારાઓ આઈડી ચોરીની વિરુદ્ધ સારી રીતે સુરક્ષિત અનુભવે છે પરંતું 63 ટકા ને ખબર નથી કે ઓળખની ચોરીના મામલામાં શું કરવું જોઈએ અને ત્રણચતૃર્થાત થી વધુ (79 ટકા) આ વિશે માં જાણકારી વધારવા માંગે છે કે આવું થાય તો શું કરવું. રીપોર્ટ દ્વારા જાણવા મળે છે કે ઓળખની ચોરી અને સાઈબર ગુના મહિલાઓની
તુલનામાં પુરષોમાં વધુ સામાન્ય છે.(33 ટકાની સામે 44 ટકા આઈડી ચોરી, 76 ટકાની સામે 84 ટકા સાઈબર ગુના). યુવા પુખ્તવયના (18-39 વર્ષ) માં મોટી ઉમરના પુખ્તો (40થી વધુ વર્ષ) ની તુલના માં આ વધુ સામાન્ય છે,( 41 ટકા વિરુદ્ધ 22 ટકા આઈડી ચોરી, 81 ટકા વિરુદ્ધ 73 ટકા સાઈબર ગુના) કુલ ઉમેરીને, જવાબઆપનારાઓ ના મોટા બહુમત(80 ટકા)એ પોતાના જીવનમાં કોઈના કોઈ સમયે સાઈબર ગુનાના શિકાર થવાની સુરના આપી જેમાં બે-તૃત્યાંશ (66 ટકા)ને ગત 12 મહિનામાં સાઈબર ગુનાનો અનુભવ કર્યો છે.
પ્રાઈવસીને લઈને ચિંતા વધી
10માંથી 8 થી થોડા વધુ ભારતીય જવાબઆપનારાઓ (81 ટકા)એ જણાવ્યું કે તેમને પોતાની પ્રાઈવસીને લઈને પહેલાથી વધુ ચિંતા છે. આ અત્યાર સુધી સર્વે કરવામાં આવેલ બધા જ 10 દેશોમાં થી સૌથી વધુ (67 ટકા વૈશ્વિક સરેરાશ) છે. જવાબઆપનારાઓ દ્વારા જણાવવામાં આવેલ બે મુખ્ય ચિંતાઓ[1] છે. સંવેદનશીલ વ્યક્તિગત જાણકારીનું ત્રીજા પક્ષોને વેચાણ અને તેમની સહમતી (41 ટકા) વગર નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં તેમનો ઉપયોગ થવો તથા ડેટા ઉલ્લંઘનમાં તેમની વ્યક્તિગત જાણકારીઓને ઉજાગર થવું અને સાઈબર ગુનેગારો (40 ટકા) દ્વારા તેનો ઉપયોગ. તેઓ તેમની પ્રાઈવસીની સુરક્ષાને સુધારવાના રસ્તાની શોધમાં (86 ટકા વિરુદ્ધ 65 ટકા વૈશ્વિક સરેરાશ). રસપ્રદ વાત એ છે કે લગભગ બધા જ ભારતીય જવાબઆપનારાઓ (94 ટકા વિરુદ્ધ 84 ટકા વૈશ્વિક સરેરાશ)ને પોતાની ઓનલાઈન ફુટપ્રિન્ટ્સને સંતાડવા માટે સક્રિય પગલાં ઉઠાયા છે. (એટલે કે, પોતાની ઓનલાઈન ગતિવિધિયો અને વ્યક્તિગત જાણકારીની સુરક્ષા કરવી). મોટાભાગના (74 ટકા)ને ઘણીવાર કોઈ ખાસ એપની પ્રાઈવસીની નીતિના કારણે તેને ડાઉનલોડ નથી કરી કે કોઈ ખાસ સેવાનો ઉપયોગ નથી કર્યો. વૈશ્વિક સ્તરે વપરાશકર્તાઓની તુલનામાં આમની પ્રાઈવસી અથવા સુરક્ષા ચિંતાઓના કારણે સ્માર્ટ હોમ ડિવાઈઝ ખરીદવાની વિરુદ્ધ હોવાની વધુ સંભાવના છે. (63 ટકા ની સામે 37 ટકા વૈશ્વિક સરેરાશ) નોર્ટનલાઈફલોક, ઈન્ડિયા ના કંટ્રી ડાયરેક્ટર રિતેશ ચોપડા એ જણાવ્યું છે કે, ઓળખની ચોરી, ડેટા ઉલ્લંઘનો અને ઓનલાઈન ફ્રોડ વધી રહ્યાં છે અને એ મહત્વપુર્ણ છે કે આપણે વ્યક્તિગત જાણકારીની સુરક્ષા સાથે જોડાયેલી ગંભીરતાને સમજીએ. જ્યારે રિપોર્ટમાં જાણવા મળે છે કે અન્ય દેશોની તુલનામાં ભારતીય વપરાશકર્તા વ્યક્તિગત સુચનાઓનો દુરઉપયોગ વિશે વધુ ચિંતિત છે પરંતું એ પણ ખબર પડે છે કે જો તેમને બદલામાં કંઈક મળે છે તો તેઓ પોતાના ડેટાની તપાસ કરવા વિશે અસાવધાની વર્તે છે. વપરાશકર્તા માટે એ સમજવું મહત્વપુર્ણ છે કે સાયબર સુરક્ષિત હોવું એક સ્વૈચ્છિક જવાબદારી છે જે દરેક વ્યક્તિની સાથે શરૂ થાય છે. આપણા માંથી દરેકના માટે એ મહત્વપુર્ણ છે કે આપણે પોતાની ડિજીટલ ફુટપ્રિન્ટ, થર્ડ પાર્ટીને બતાવતા ડેટા અને પોતાના ડિવાઈઝના માધ્યમ થી આપણે તેમને જે પહોંચ આપી રહ્યા છે તેના પ્રત્યે સાવચેત રહીયે.
જાગૃતતા તો છે, અને અસાવધાન પણ?
માત્ર 10 માંથી 1 (14 ટકા) હંમેશા પ્રાઈવસી નીતિયો ને પુરી રીતે વાંચે છે. આ સિવાય, વૈશ્વિક વપરાશકર્તાઓની તુલનામાં ભારતીય જવાબઆપનારાઓ માં વધુ સંભાવના છે કે તેઓ નિમ્નલેખીત સ્થિતિઓને સ્વીકાર કરે.
- એક કંપની પોતાની ઓનલાઈન સર્ચ અથવા શોપિંગ હિસ્ટ્રી અન્ય કંપનીઓને વેચી રહી છે જેનાથી તેમને વધુ પ્રાસંગિક જાહેરાત ( 52 ટકાની સામે 25 ટકા વૈશ્વિક સરેરાશ) પ્રાપ્ત થશે.
- એક ટેક્નિકલ ઉપકરણ કંપની જે પોતાના કર્મચારીઓ ને ઉત્પાદો અને સેવાઓ માં સુધાર કરવા માટે વોઈસ આસિસ્ટન્ટના માધ્યમ થી તેમના વોઈસ કમાન્ડ ને સાંભળવાની પરવાનગી આપે છે. (66 ટકાની સામે 34 ટકા વૈશ્વિક સરેરાશ)
- એક સોશીયલ મીડિયા કંપની તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવનાર ફોટા અથવા વીડિયોનો ઉપયોગ કરે છે જેથી તે પોતાના યુઝર્સને હિંસક અથવા અનુચિત તસ્વીરો (57 ટકાની સામે 35 ટકા વૈશ્વિક સરેરાશ)ને જોવાથી બચાવવા પોતાની આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સ ટેક્નીકને પ્રશિક્ષિત કરી શકે.
આશ્ચર્યની વાત એ છે કે ભારત એકમાત્ર એવો દેશ છે, જ્યાં મોટાભાગે પુખ્ત આ સ્થિતિયો ને સ્વીકાર્ય મેળવે છે.
ફેશિયલ રિકગ્નિશન – પ્રાઈવસીની રક્ષામાં બીજો પડકાર
70 ટકા ભારતીયો જવાબ આપનારાઓ નું કહેવું છે કે ફેશિયલ રિકગનેશનથી પરિચિત છે અને કેટલીક ચિંતાઓ છતાંય મોટાભાગના કાનુન લાગુ કરવા (76 ટકા), સ્કુલો (74 ટકાઃ અને કેટલીક હદ સુધી રીટેલર્સ ( 69 ટકા)ની વચ્ચે આનો ઉપયોગ કરવાનું સમર્થન કરે છે. 72 ટકા નું માનવું છે કે આ ટેક્નીક ઉત્પાદો અને સેવાઓમાં સુધાર કરશે. પરંતું ઘણા પ્રતિભાગિયો (58 ટકા)ને લાગે છે કે આવતા વર્ષે ફેશિયલ રિકગ્નિશનનો દુરઉપયોગ થશે. લગભગ અડધા લોકો (48 ટકા)ને લાગે છે કે આ ફાયદા થી વધારે નુકશાન કરશે. વિશેષ રૂપે ફેશિયલ રિકગ્નિશનની સાથે સૌથી મોટી ચિંતા2 એ છે કે સાઈબર ગુનેગાર ફેશિયલ રિકગ્નિશનના આંકડાઓ સુધી પહોંચીને કે હેરાફેરી કરીને તેમની ઓળખ ચોરી શકે છે (46 ટકા). માટે એ આશ્ચર્યજનક નથી કે તેઓ જબરજસ્ત રૂપ થી આ વાતનું સમર્થન કરે છે કે વ્યવસાયો (83 ટકા) અને સરકરા(83 ટકા) માટે એ સુચિત કરવું કે રિપોર્ટ કરવું આવશ્યક હોવું જોઈએ કે તેઓ ફેશિયલ રિકગ્નિશન નો ઉપયોગ ક્યાં અને ક્યારે કરી રહ્યાં છે.
વ્યક્તિગત જાણકારીના આયોજન અને સુરક્ષાની જવાબદારી લેવી
જ્યારે તેમની વ્યક્તિગત જાણકારી કે આયોજન અને સુરક્ષા ની વાત આવે છે તો ભારતીય જવાબઆપનારાઓ ને આને એકત્રીત કરવાવાળા ઘણા સંગઠનોમાં ખુબ ઓછો અથવા કોઈ ભરોસો નથી. પરંતું તેઓ ઘણાં સંગઠનો પર ભરોસો કરવાની વધુ સંભાવના રાખે છે, ઉદાહરણ તરીકે સ્માર્ટ ડિવાઈઝ નિર્માતા(50 ટકા વધુ ભરોસો કરે છે, 20 ટકા વૈશ્વિક સરેરાશ), સરકાર(45 ટકા વધુ ભરોષો કરે છે, 21 ટકા વૈશ્વિક સરેરાશ), બિઝ્નેશ ઈન્સ્ટીટ્યુટ્સ( 35 વધુ ભરોષઓ કરે છે, 23 ટકા વૈશ્વિક સરેરાશ), અને સોશિયલ મીડિયા પ્રદાતા (22 ટકા વધુ ભરોસો કરે છે, 9 ટકા વૈશ્વિક સરેરાશ).
આ ભરોસાની સાથે તેમને એ પણ વિશ્વાસ છે કે કંપનીઓ (69 ટકાની સામે 43 ટકા વૈશ્વિક સરેરાશ) અને સરકાર (71 ટકાની સામે 44 ટકા વૈશ્વિક સરેરાશ) બંન્ને ડેટા પ્રાઈવસી અને સુરક્ષા ને લઈને પર્યાપ્ત પગલાં ઉઠાવી રહ્યાં છે. ભારત ના માત્ર આ વિશ્વાસની બાબતે અન્ય બધા દેશોને પાછળ છોડે છે પરંતું આ એકમાત્ર દેશ છે જે એક મોટા બહુમત કંપનીઓ અને સરકાર બંન્ને પર ભરોસો રાખે છે. પરંતું જ્યારે અન્ય દેશો સાથે સીધી તુલનાઓ કરવા માટે કહેવામાં આવે છે કે તો ભારતીય જવાબઆપનારાઓનું કહેવું છે કે જ્યારે ડેટા પ્રાઈવસી કાનુનની વાત આવે છે તો તેમનો દેશ અન્ય લોકો થી પાછળ છે. (71 ટકાની સામે 53 ટકા વૈશ્વિક સરેરાશ)
અંતે, ભારતીય પુખ્ત વહેચાયેલા છે કે, વ્યક્તિગત માહિતી અને ડેટા પ્રાઈવસીના રક્ષણ માટે કોને વધુ જવાબદાર ગણે. એક સખત લઘુમતિ (42 ટકા) એવું માને છે કે, સરકાર જ સથી વધુ જવાબદાર છે, ત્યારબાદ કંપનીઓ (32 ટકા) જવાબદાર છે. તેનાથી વિરુદ્ધમાં, તેઓ વ્યક્તિગત ગ્રાહકોને સૌથી ઓછા (46 ટકા) જવાબદાર ગણે છે, તેમની પોતાની જ વ્યક્તિગતતાના રક્ષણ માટે કેમકે તેઓ ગોપનિયતાની પોલિસીને વાંચે છે અને ખાતરી કરે છે કે, તેમની વ્યક્તિગત માહિતી એવી જ કંપનીઓને આપે, જેમના પર તે વિશ્વાસ કરે છે.
ડિઝીટલ પ્રાઈવસીની ખાતરીમાં મદદ કરવાના હેતુથી, કોઈપણ વ્યક્તિની ઓનલાઈન ઓળખની સુરક્ષામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે નોર્ટનલાઈફલોક નીચેનું સુચન કરે છે:
- મજબુત પાસવર્ડનો ઉપયોગ કરોઃ સરળ પાસવર્ડનો ઉપયોગ ટાળો. તેને મુશ્કેલ બનાવો, કોઈપણ એક આડાઅવળા શબ્દની પસંદગી કરી તેમાં ઓછામાં ઓછા 10 અક્ષરો, નંબર અને સિમ્બોલનો સમાવેશ કરો. મુશ્કેલ પાસવર્ડ તૈયાર કરવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો, આ માટે હાર્ડ ટુ ગેસ પાસવર્ડ પણ તમને મદદ કરશે. તમારી સાથે કંઈ ખાસ જોડાયેલું ન હોય તેવા પાસવર્ડનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ છે. અને હા, એક વખત તમે જે પાસવર્ડ બનાવ્યો, તેનો ફરીથી ઉપયોગ ન કરતા.
- તમારા સોફ્ટવેરને અપડેટેડ રાખોઃ સાયબર ક્રિમિનલ્સ જાણિતા એક્સપ્લોઇટ્સ, કે ફ્લોસનો સમયાંતરે ઉપયોગ કરતા હોયછે, તમારા સોફ્ટવેર દ્વારા તમારી સિસ્ટમને એક્સેસ કરવા માટે આ પ્રકારના એક્સપ્લોઇટ્સ અને ફ્લોસનો ઉપયોગ કરી શકે છે.
- ક્લિક કરતા પહેલા વિચારોઃ ખોટા પ્રયત્ન અને પ્રશ્નાર્થભરી ઓફરો પર નજર રાખો. શંકાસ્પદ ઇમેલ કે ટેક્સ્ટ મેસેજ લિંક કે અજાણ્યા સ્ત્રોતમાંથી આવતા ખુલ્લા એટેચમેન્ટ્સ પર ક્લિક ન કરો. તે કદાચ તમને એવી સાઈટ્સ પર લઈ જશે, જ્યાં તમને તમારી વ્યક્તિગત માહિતી જાહેર કરવા માટે કહેવામાં આવશે કે પછી તમારા ડિવાઈસમાં માલવેર મોકલશે.
- એક ફુલ-સર્વિસ ઇન્ટરનેટ સિક્યુરિટી સુટનો ઉપયોગ કરોઃ એક સંપૂર્ણ ઓલ ઇન વન પ્રોટેક્ટિવ સોલ્યુશનમાં રોકાણ કરો, જે તમને તમારા હાલના તથા આગળના સમયમાં આવતા થ્રેટ્સ, જેમાં એન્ટી-માલવેર, સ્પામ અને ફિશિંગથી રિયલ-ટાઈમ સુરક્ષા ઓફર કરે.
- સુરક્ષા પોલિસીને ધ્યાનથી વાંચોઃ તમે થર્ડ પાર્ટી એપ/સોફ્ટવેરને શું મંજૂરી આપો છો, તે સમજવા માટે સમય લો. જો એ તમને તમારા ટેક્સ મેસેજ, તમારા કોન્ટેક્ટ લિસ્ટને એક્સેસ કરવા તથા કેમેરા અને અન્ય ઘણાને એક્સેસ કરવાની મંજૂરી માંગે તો, સાવચેત થઈ જાવ.
- ઓળખની ચોરીની સામે તમારી જાતને બચાવવાના પગલા લોઃ ઓળખની ચોરીની સામે રક્ષણ મેળવવાની મુખ્ય મદદો ઘણી છે, જેમાં ઓનલાઈન શોપિંગ કરતી વખતે કાયદેસર સાઈટ્સનો ઉપયોગ કરો, એક સલામત નેટવર્કનો ઉપયોગ કરો, પોર્કાર્ડ રિડર કે એટીએમ જો ડિવાઈસની સાથે જોડાયેલું હોય તો, તેને સતત જોતા રહો, તમારી નજર હંમેશા ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ્સ તથા ક્રેડિક કાર્ડના રિપોર્ટ પર નજર કરો. તમારે પ્રોડક્શન ટુલ્સની પણ મદદ લેવી જોઈએ, આ પરાંત આપણે પ્રોટેક્શન ટૂલ્સ જેવા કે, આઇડી થેફેટ એલર્ટ્સ અને ઇએમવી ચીપ ડેટ/ક્રેડિટ કાર્ડ જેવા પ્રોટેક્શન ટૂલ્સ પર પ્રોટેક્શનની વધુ એક પ્રોટેક્શનની લેયરથી તેનો પણ લાભ લઈ શકો છો.
આપણે સાઈબર અપરાધને કેવી રીતે વ્યાખ્યાયિત કરીયે છે.
સાઈબરક્રાઈમ ની પરિભાષામાં સતત બદલાવ થતો રહ્યો છે અને આ સાઈબર ગુનેગારો દ્વારા વપરાશકર્તાઓ ને ઠગવાના નવા-નવા રસ્તા ઉપયોગ કરવાના આધારે બદલાય છે. દરેક વર્ષે, આપણે સાઈબર ગુનાઓ ના પરિણામનું મુલ્યાંકન કરીયે છે અને રિપોર્ટ તૈયાર કરવાની વિધિમાં પણ આવશ્યકતાઅનુસાર બદલાવ લાવીયે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે નોર્ટનલાઈફલોક સાઈબર સેફ્ટી ઈન્સાઈટ રિપોર્ટ પુરા વર્ષમાં સાઈબર ગુનાઓનું સાચેસાચુ ચિત્ર દેખાડી શકાય. 2019માં નોર્ટોન લાઈફલોક સાયબર સેફ્ટી ઇનસાઈટ્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇન્ટરનેટ ઉપકરણો સાથે આચરવામાં આવેલા ગુનાનો વ્યક્તિગત અનુભવ થયો હોય એ રીતે સાયબર ક્રાઈમને વ્યાખ્યાયીત કરવામાં આવશે. આમાં એવા ગુના સામેલ છે, જેમાં કમ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત શિકાર બનાવવા માટે કરવામાં આવે છે, જેમાં થએફ્ટ કે ફ્રોડનો સમાવેશ થાય છે, તથા એવા ગુન્હા જેમાં અન્ય કમ્પ્યુટર્સને લક્ષ્યાંક બનાવવામાં આવશે તથા ડિવાઈસ પર ડેટા એક્સેસ કરવા માટે ડિવાઈસને જોડવું કે પછી ડિવાઈસના ઓપરેશન્સને અસર કરે તેનો સમાવેશ થાય છે.