બધી સોસાયટીના ચેરમેન – સેક્રેટરીઓ માટે ખાસ સૂચના. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તમારું તમારી સોસાયટી/ ફ્લેટ માટે કર્તવ્ય..
બધી સોસાયટીના નિમાયેલા ચેરમેન અને સેક્રેટરીઓ માટે સોસાયટીમાં બધાને આ પ્રેમથી સમજાવજો…
Suggested નિયમો :
૧ – વોચમેન તેમજ તેની સાથે રહેતા બધા એના કુટુંબના સભ્યો અને એના બાળકો પણ માસ્ક પહેરતા હોવા જોઈએ. એમની તબિયત જોતા રહેજો. જોજો મેટાસીન અને કફસીરપ પીને જાતે દવા ખાઈને તાવ ખાંસીના લક્ષણો દબાવી દેતા ના હોય. એનું નામ ગામ આધાર કાર્ડ અને એના વતનમાં સંપર્ક કરવા એમના ઘરના સભ્યોના નામ સરનામા અને નંબરો પણ લઈ રાખશો.
૨ – કરિયાણા દૂધ શાક માટે આખી સોસાયટી માટે કૉઈ એક જ ફેરિયા સાથે નક્કી કરી લો. જેટલા વધુ ફેરિયા આવશે એટલું જ જોખમ વધારે રહેશે. નક્કી કરેલા જે તે
ફેરિયાનું નામ , સરનામું , આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ. એના મોબાઈલ માં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટર કરો અને એને વાપરતા શીખવાડી દો. એને સમજાવો કે એના ઘરે કે અડોશ પડોશમાં કોઈ પણ કોરોના થી બિમાર પડે તો તમને તરત જાણ કરે.
૩ – જે જે ફેરિયા સોસાયટીમાં આવે તેમણે હંમેશા માસ્ક ચઢાવેલો હોવો જોઈએ. તમને જોઈને માસ્ક ચઢાવે એ માસ્ક ન પહેર્યા બરાબર જ છે.
૪ – દૂધ અને શાકભાજી ફળો વાળા ખુલ્લા મોઢે મોટેથી બૂમો પાડે ત્યારે એના મોં માંથી નીકળતા થૂંકના છાંટા થી ચેપ ફેલાવાનો ખતરો વધારે રહે છે. એમને કહો કે થાળી વેલણ લઈને આવે અથવા ફોન કરીને બધાને જણાવે કે આવી ગયેલ છે. વૉચમેન , ફેરિયા કે સોસાયટીના સભ્યોએ પણ બૂમો બિલકુલ નથી પાડવાની.
૫ – બધાના શાક દૂધ ફળનો ઓર્ડર એમણે ફોન પર લેવો. બધું પેક કરી લાવવું. પૈસા અઠવાડિયે / મહિને ચેક થી લે અથવા પે-ટી.એમ. કે ભીમ યુ.પી.આઈ. થી લે. રોજ જો રોકડા લેતા હોય તો કોઈને છૂટા પાછા ન આપે. બીજા દિવસે હિસાબમાં વાળી લે.
૬ – સોસાયટીના સી.સી.ટી.વી. ના રેકોર્ડિંગ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિની તમારી સોસાયટી કે એની આજુબાજુ શંકાસ્પદ હલચલ છે કે નહિં તે દરરોજ ચેક કરો. છેલ્લા ૧ મહિનાના ફૂટેજ હોય તો ચેક કરી લો. અત્યારે આમેય બધા ઘરે જ છે. દિવસમાં ૩ વખત ૧૦ મિનીટ સી.સી.ટી.વી. ફૂટેજ જોવા ચોક્ક્સ આપી શકાય.
૭ – કોઈને ત્યાં જો હજુ પણ કામવાળા , નોકરો અથવા ટિફીનવાળા વગેરે આવતા હોય તો એમને સમજાવીને ના પાડો. હા જો સોસાયટીમાં કોઈ અપંગ કે અશક્ત હોય અને એમને ખરેખર તકલીફ હોય તો સોસાયટીમાં અંદર થી જ તમે લોકો ભોજન , દવા અને નાના મોટા કામની વ્યવસ્થા કરી આપો. બહારના માણસો ની અવર જવર બંધ કરો.
૮ – બાળકોને કહો કે કોમ્પ્યુટર કે મોબાઈલ પર જ ગેમ રમે. મલ્ટીપ્લેયર મોડ માં રમી શકાય છે. કમ્પાઉન્ડ કે ધાબા પર બિલકુલ ભેગા ન થાય. એકબીજાના ઘરે પણ આવ-જા ન કરે. બાલ્કની અને પેસેજ માં માસ્ક પહેરી ૬-૮ ફૂટ દૂર બેસી એવી રમતો રમી શકે છે જેમાં રમકડા – બૉલ – પત્તા વગેરેની આપલે ન થાય. અત્યારે તો મોબાઈલ ગેમ સારી. પણ એકબીજાને કે એકબીજા ના મોબાઈલને અડ્યા વગર જ.
૯ – મોટા લોકો પણ ચા – પાણી – નાસ્તા અને મિટીંગો બંધ કરો. વિડીયો કે ફોન કોન્ફરન્સ કરી જરૂરી મિટીંગ કરી નિર્ણયો લો.
૧૦ – પડોશીઓ ભલે ગમે એટલા તંદુરસ્ત અને ચોખ્ખા હો, હમણા એકબીજાનો સંપર્ક ન કરો. બધાના બારણા બંધ જ રાખો. ફોનથી જ વાત કરો. બધી જાતના ખાવાપીવાના વાડકી વ્યવહાર બંધ કરો. કોઈ એ એક બીજા સાથે કશી વસ્તુ આપ લે કરવી જ પડે તો એકબીજાથી ૬-૮ ફૂટ દૂર રહો. બંને જણા માસ્ક પહેરેલો રાખો. હાથો-હાથ કોઈ પણ વસ્તુની આપ-લે ન કરો. કોઈ ટેબલ પર વસ્તુ મૂકીને જ આપ-લે કરો. આપ-લે પછી વસ્તુ સેનિટાઈઝ કરીને જ વાપરો. તરત જ હાથ ધોઈ નાંખો.
૧૧ – શક્ય હોય તો ઘરની અંદર પણ માસ્ક પહેરી રાખો અને એકબીજાથી દૂર બેસો. જરૂર વગર એકબીજાને સ્પર્શ ન કરો.
ખાસ કરીને પોતે અથવા પોતાના ઘરના અન્યના ચહેરાને સ્પર્શ બિલકુલ ન કરવો.
મોટેથી બોલો ત્યારે થૂંક વધારે ઉડે છે. માટે ઘાંટા ન પાડો.
ઘરની અંદર ખાંસી , અંતરસ , બગાસુ કે છીંક આવે તો કોણીના બદલે હાથમાં રૂમાલ રાખવો. પછી તરત હાથ ધોઈ નાંખો. અચાનક છીંક ખાંસી અંતરસ કે બગાસા વખતે કોણી રાખવી પડી હોય તો તરતજ સાબુથી ધોઈ કાઢો. એટલા માટે જ ધોઈ શકાય એવો માસ્ક વધારે સારો. ઘરમાં પણ
બધા ગમછા કે દુપટ્ટાથી નાક મોં ને બે-ત્રણ વખત વીંટાળેલ રાખે તો બહુ જ સારું.
માબાપે પણ જરૂર પડે તો સાબુથી બરાબર હાથ ધોઈ ને જ બાળકોના ચહેરાને સ્પર્શ કરવો.
જો સંયમ , અંતર અને સાવધાની નહિં રાખો તો આવનારો સમય બહુ જ ખરાબ છે.
તન-ભેદ રાખજો…
મતભેદ કે મન-ભેદ રાખશો નહિં…
એક વખત મહામારી બંધ થાય પછી શાંતિથી પહેલાની જેમ જ રહેજો…