વિશ્વજનો સમજો, ઘણું મોડું થઈ જ ગયું હોવા છતાં હજી પણ કંઈ કરી શકવાની શક્યતા છે.
‘મધ્ય યુગ’માં સંપૂર્ણ યુરોપ પર રાજ્ય કરનારું રોમન સામ્રાજ્ય(ઇટલી) નષ્ટ થવાને આરે આવીને ઉભું રહી ગયું છે.
‘મધ્ય પૂર્વ’ને પોતાના પગ નીચે કચડી નાખવા પ્રયત્નશીલ ઓસ્માનિયા સામ્રાજ્ય(ઈરાન, ટર્કી) આજે ધરાશાયી થવાની તૈયારીમાં છે.
જેમનાં સામ્રાજ્ય પરથી સૂર્ય ક્યારેય આથમતો નહોતો, તે ‘બ્રિટિશ સામ્રાજ્ય’ના ઉત્તરાધિકારી બર્કિંઘમ મહેલ(પેલેસ)માં પુરાઈને બેઠા છે.
જે પોતાને આધુનિક યુગની સર્વોચ્ચ(સૌથી મોટી)શક્તિ સમજતું હતું તે રશિયા પોતે છિન્નભિન્ન છે અને પોતે કેદ છે.
જેના એક ઈશારે દુનિયાના નકશા બદલાઈ જાય છે, જે આખા વિશ્વનું અઘોષિત શાસક છે, તે ‘અમેરિકા’માં લોકો ભયભીત છે, ત્યાં સૌથી વધારે મૃત્યુ થઈ ચૂક્યાં છે.
અને જે આવનારા સમયમાં બધાને ગળી જવા માગતું હતું, તે ‘ચીન’ આજે મોઢું સંતાડતું ફરે છે અને બધાની ગાળો ખાઈ રહ્યું છે.
એક કોઈ પરજીવી અદ્રશ્ય શક્તિએ વિશ્વને ઘૂંટણિયે પાડી દીધું છે.
ન તો એટમબોમ્બ ઉપયોગમાં આવી રહયા છે કે ન તો તેલના કૂવા ……
માનવનો આવડો મોટો વિકાસ એક નાનકડા વિષાણુનો સામનો કરી શકતો નથી.
શું થયું ??? નીકળી ગયો ફાંકો ?
બસ આટલું કમાયા હતા આપણે આટલાં વર્ષમાં કે એક નાનકડા જીવે આપણને આપણાં ઘરોમાં કેદ કરી દીધા….
વિશ્વના બધા દેશો આશાભરી નજરે જોઈ રહયા છે ભારત તરફ, તેની સામૂહિક ચેતના તરફ, તેનાં ધૈર્ય તરફ….
એ ભારત તરફ જેનું એ બધા શતકો સુધી અપમાન કરતા રહયા, જેને લૂંટતા રહયા….
એક મામૂલી જીવે આખી દુનિયાને એની હેસિયત બતાવી દીધી…..
ભારત જાણે છે કે યુદ્ધ હજી શરૂ થયું છે, જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ(વૈશ્વિક તાપમાન) વધશે, હિમશીલાઓ પીગળશે, અને મુક્ત થશે લાખો વર્ષથી બરફની ચાદરમાં કેદ થયેલા દાનવીય વિષાણુઓ…..
જેમનો ન આપને પરિચય છે કે ન તો લઢવાની કોઈ તૈયારી છે…..
આ કોરોના તો ઝાંકી છે….ચેતવણી છે….
એ આવી રહેલી આપત્તિની જેને આપે જન્મ આપ્યો છે.
શું આપ જાણો છો કે આ આપત્તિ સામે લઢવાની પદ્ધતિની ચાવી ક્યાં લપાયેલી છે ????
તક્ષશિલાનાં ખંડીયેરોમાં, નાલંદાની રાખમાં, શારદા પીઠના અવશેષોમાં, માર્તન્ડ મંદિરના પથ્થરોમાં….
સૂક્ષ્મ અને પરાજીવીઓ સાથેનું મનુષ્યનું યુદ્ધ નવું નથી.
આ તો સૃષ્ટિના પ્રારંભથી જ નિરંતર ચાલી રહ્યું છે અને સતત ચાલતું રહેશે.
આની સાથે લઢવા માટે અમે શસ્ત્ર શોધી પણ લીધું હતું.
પરંતુ આપના અહંકાર, આપની લાલચ, પોતાને શ્રેષ્ઠ સિદ્ધ કરવાના દુરાગ્રહે બધું નષ્ટ કરી દીધું.
શું જોઈતું હતું આપને ???
સુવર્ણ અને રત્નોના ભંડારો ???
એમ જ માગી લેતા…રાજા બલીના વંશજો અને કર્ણના અનુયાયીઓ આપને તે સહજ દાનમાં આપી દેતા.
ભૌતિક વૈભવનો ત્યાગ કરી આંતરિક શાંતિની શોધ કરનારા સમાજ માટે આ ભંડારો આમ પણ નિર્મૂલ્ય જ હતા.
લઇ જતા- પણ તમે આ શું કર્યું ???
વિશ્વબંધુત્વની વાત કરનારા હિંદુસમાજને નષ્ટપ્રાય કરી દીધો ?
જે બર્બરને ઈચ્છા જાગી તે ભારત ચાલ્યો આવ્યો, જીવમાં શિવનાં દર્શન કરનારા સમાજને નષ્ટ કરવા .
કોઈ વિશ્વવિજેતા બનવા તક્ષશિલા ભાંગીને જતો રહ્યો,
કોઈ સોનાની ચમકથી આંધળો થઈ સોમનાથ લૂંટીને લઈ ગયો….
કોઈ બખતિયાર ખીલજી પોતાને મહાન સાબિત કરવા નાલંદા ગ્રંથાલયના ગ્રંથો સળગાવી ગયો,
કોઈએ બર્બરતાથી શારદાપીઠ નષ્ટ કરી,
કોઈએ પોતાનો ઝન્ડો ઊંચો દેખાડવા વિશ્વકલ્યાણનું કેન્દ્ર બનેલી ગુરુકૂળ પરંપરાને જ નષ્ટ કરી દીધી,
અને આજે દયાપૂર્ણ યાચક નજરે જોઈ રહયા છે એ જ પરાજિત, અપમાનિત, પદદલિત ભારતભૂમિ તરફ, જેણે હજી હમણાં જ પોતાના ઘાને રૂઝવી બગાસું ખાઈ ઉઠવાનો પ્રારંભ કર્યો છે….
અમે છતાં પણ તેમને નિરાશ નહીં કરીએ,
ફરીથી આ સંકટની ઘડીએ માઁ ભારતીનો ખોળો તમને છાંયડો આપશે,
શ્રી રામના વંશજો આ દૈત્ય સાથે પણ લઢી લેશે
પરંતુ…???
પરંતુ…..???
માર્ગ…..???
એ જ નષ્ટ થએલા હવનકુન્ડોમાંથી જ નીકળશે, જેને ક્યારેક તમે પોતાના પગની લાત મારીને તોડયા હતા.
તમને એ જ લીમડા અને પિંપળાને આશ્રયે જવું પડશે, જેને માટે તમે ક્યારેક ભારતનો ઉપહાસ કર્યો હતો.
તમારે એ જ ગાયનો મહિમા સ્વીકારવો પડશે, જેને ક્યારેક તમે સ્વાદનું કારણ અને સાધન બનાવી લીધી…..
એ જ મંદિરોમાં જઈ શંખનાદ કરવો પડશે, જેને તમે ક્યારેક તોડયાં હતાં.
એ જ વેદ ભણવા પડશે, જેને તમે ક્યારેક અટ્ટહાસ્ય કરતા કરતા નષ્ટ કર્યા હતા.
એ જ ચંદન અને તુલસી મસ્તક પર ધારણ કરવાં પડશે, જેને લીધે ક્યારેક અમારા માથા ધડથી જુદાં કરવામાં આવ્યાં હતાં.
આ પ્રકૃતિ(કુદરત)નો ન્યાય છે અને તેનો સ્વીકાર તમારે કરવો જ પડશે.
ભારત તો પોતાની જવાબદારી સમજી આ બધું કરશે જ, કારણ ન તો માત્ર પ્રાચીન જ છે પરંતુ તે એ પ્રજા પણ છે કે જેની શ્રદ્ધાપૂર્ણ માન્યતા પણ છે જ કે…
अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् |
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||