વિચારોમાં જીવે છે એટલે રાવણ નથી મરતો,
છુપાવેશે ફરે છે એટલે રાવણ નથી મરતો.
પ્રભુ શ્રીરામ જેવી નમ્રતા લઇ જીવવું પડશે,
અહમ સૌને નડે છે એટલે રાવણ નથી મરતો.
બનેતો રોજ ભીતર વાસનાને આગ ચાંપીદો,
દશેરાએ બળે છે એટલે રાવણ નથી મરતો.
ADVERTISEMENT
હજી લક્ષ્મણની રેખાપાર કરતી હોય છે સીતા,
ફરી ભૂલો કરે છે એટલે રાવણ નથી મરતો.
કથાઓ સાંભળીને કયાં સમજ બદલાય છે”સાગર”,
ફકત માથા ધૂણે છે એટલે રાવણ નથી મરતો.
રાકેશ સગર