બેંગલોર, બેલગાંવ અને સિકંદરાબાદ ખાતેના આર્મી તાલિમ એકમમાં તાલિમ પૂરી કરનારા સેનાના આશરે 950 જવાનોને ઉત્તર ભારતમાં તેમની કામગીરીના વિસ્તારમાં લઈ જવા માટેની પ્રવૃત્તિનો આજે 17 એપ્રિલના રોજ પ્રારંભ થયો છે. સેનાના આ તમામ જવાનોએ ફરજીયાત ક્વોરેન્ટાઈન ગાળામાંથી પસાર થવુ પડ્યુ હતું અને તે તબીબી ધોરણો અનુસાર ફીટ જણાયા હતા. આ ટ્રેઈન તેના પૂર્વનિર્ધારિત સમય મુજબ નિર્ધારિત સ્થળોએ તા. 20 એપ્રિલ, 2020ના રોજ પહોંચશે.
કોરોના વાયરસથી સુરક્ષા અંગે પ્લેટફોર્મથી માંડીને બોગીઝ અને બેગેજની ચેપ મુક્તિ કરવા ઉપરાંત સેનીટાઈઝેશન ટનલ સ્થાપવા સહિતનાં તમામ પગલાં લેવામાં હાથ ધરવામાં આવ્યાં છે. ટ્રેનમાં દાખલ થતી વખતે અને સ્ક્રીનીંગ વખતે સોશ્યલ ડિસ્ટન્સીંગની ખાત્રી રાખવામાં આવી છે. હવે પછી સેનાના જવાનોને દેશના ઉત્તર પૂર્વના પ્રદેશમાં લઈ જવા માટે બીજી એક ટ્રેઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.