હાલના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં દરેક વ્યક્તિ પોતાની આગવી રીતે મનની અશાંતિ દૂર કરે છે અને કોઈ એક
વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકો પાસે હવે જેટલો સમય છે, એમાં એ કોઈ સકારાત્મક કામ કરે તે જરૂરી છે
જેથી તંગદીલીના આ સમયમાં તેઓ પોતે ખુશઅને શાંત પણ રહી શકે.
કલર્સના નાટિ પિન્કી કિ લાંબી લવ સ્ટોરીની કલાકાર રિયા શુક્લ પણ આવી જ લાગણી અનુભવે છે અને લોકોને
આ લંબાવાયેલા લોકડાઉનના ગાળામાં શાંતિ જાળવવા અનેસકારાત્મક રહેવા જણાવે છે. સત્ય કહેવું જોઈએ અને
આ કલાકાર જે પોતે કરે છે તે જ શીખવે છે. પોતાના રોજીંદા સવારના રૂટીનમાં આ કલાકાર પોતે સવારે થોડા
કલાક સમર્પિત યોગ અને ધ્યાન કરીને દિમાગ અને આત્માને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે. તંગદીલી દૂર કરવા
માટે યોગ શાંતિમય જીવનની ચાવી છે એ સર્વ વિદિત છે.
રિયા કહે છે, “મારા પાત્ર પીન્કીની જેમ જ હું પણ જીવનમાં ખૂબ સકારાત્મ વ્યક્તિ છું. હું માનું છું કે આપના
પોતાન્માથી સુંદર વિચારો બહાર ફેંકાવા જોઈએ, કારણ કે દરેક વ્યક્તિને સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ
ગમે છે.” અને એના આ ચુલ્બુલા સ્વભાવ પાછળ કારણ શું છે? “યોગ અને ધ્યાને મને પુષ્કળ મદદ કરી છે. હું
જ્યારે ઉદાસ હોઉં છું, ત્યારે હું મનને શાંતિ આપે એવું કોઈ સંગીત વગાડું છું, અગરબત્તી સળગાવું છું, અને
ધ્યાનમાં બેસું છું. હું મારી જાતને એક ખુશનુમા જગ્યામાં બંધ કરી દઉં છું, એનાથી મને કોઈ પણ અવરોધ દૂર
કરવા ઘણી હકારાત્મક ઉર્જા મળે છે. યોગ માનસિક તાણ દૂર કરવામાં ઘણી મદદ કરે છે. મારા રોજીંદા સવારના
કાર્યક્રમનો આ હવે એક નિશ્ચિત ભાગ છે. આ ઉપરાંત એ તમને તરવરાટ ભર્યા અને ચુસ્ત રાખે છે.”