કોવિડ-19 સામે લડવા માટે નાગરિક વહીવટીતંત્રને મદદરૂપ થવાના આશયથી ગુજરાત NCC ડાયરેક્ટોરેટ પોતાના કેડેટ્સની નિયુક્તિ કરવા માટે સક્રીયપણે સામેલ છે. હાલમાં 637 કેડેટ્સ, 54 ANO અને 85 કાયમી ઇન્સ્ટ્રક્ટરને 20 સ્થળે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયરેક્ટોરેટ હેઠળ આવતા અમદાવાદ, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર, વડોદરા અને જામનગર ખાતે આવેલા તમામ પાંચ ગ્રૂપ વડામથક તેમના યુનિટ અને ડાયરેક્ટોરેટ સાથે નીકટતાથી સંકલન જાળવીને અવિરત કામ કરી રહ્યા છે. ગ્રૂપ વડામથકો હેઠળ 21 NCC યુનિટ અધિકારીઓ નાગરિક વહીવટીતંત્રની મદદમાં તેમના કેડેટ્સની નિયુક્તિ માટે સક્રિયપણે સામેલ છે. વહીવટીતંત્રને જ્યારે અને જે પ્રકારે જરૂર પડે તે અનુસાર વધુ યુનિટ્સ જોડાશે. આ યુનિટ્સના કમાન્ડિંગ અધિકારીઓ વહીવટીતંત્ર સાથે નજીકથી સંકલન માટે, કેડેટ્સને પ્રોત્સાહન અને તાલીમ આપવા માટે અને કોઇપણ કામ કરતી વખતે પૂરતી તકેદારીનું ધ્યાન રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. ટીમોને મુખ્યત્વે ટ્રાફિક સંચાલન, કતાર વ્યવસ્થાપન, અન્ન વિતરણ અને લોકોને કોવિડ-19 અંગે તકેદારી રાખવા માટે માહિતી આપવાના કાર્યોમાં નિયુક્ત કરવામાં આવી છે. કેડેટ્સને નાના ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવ્યા છે તેમને જરૂરિયાત અનુસાર વિવિધ જંકશન પર તૈનાત કરવામાં આવ્યા છે.
જામનગર ગ્રૂપ: જામનગર ગ્રૂપ હેઠળ કેડેટ્સને મુખ્યત્વે જામનગર, ભૂજ, ગાંધીધામ, પોરબંદર અને મુદ્રા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુરુવારે 143 કેડેટ્સ, 28 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 15 ANOને આ ગ્રૂપ હેઠળ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ અલગ અલગ પાળીમાં કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યા છે. NCC યોગદાન કવાયતમાં સહકાર આપવા માટે 05 NCC યુનિટ આ ગ્રૂપમાં સામેલ છે.
વલ્લભ વિદ્યાનગર ગ્રૂપ: સ્વયંસેવક કેડેટ્સને પાંચ મુખ્ય શહેર આણંદ, વલ્લભ વિદ્યાનગર, નડિયાદ, મહેમદાબાદ અને હિંમતનગરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કુલ 189 કેડેટ્સ, 17 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 14 ANOને નાગરિક વહીવટીતંત્રની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ગ્રૂપ હેઠળ 05 યુનિટ્સને વહીવટીતંત્રની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. નડિયાદ ખાતે, કેડેટ્સને બે પાળીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રૂપ: રાજકોટ ગ્રૂપ હેઠળ 126 સ્વયંસેવક કેડેટ્સ, 13 ANO અને 09 કાયમી ઇન્સ્ટ્રક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ, પડધરી, ગોંડલ, જુનાગઢ, કેશોદ અને માંગરોળને ટાઉનને આવરી લેવામાં આવ્યા છે. 02 યુનિટ આ કેડેટ્સના વ્યવસ્થાપનમાં સામેલ છે. વધુ યુનિટ જોડાવા માટે પ્રક્રિયા હેઠળ છે.
વડોદરા ગ્રૂપ: વડોદરા ગ્રૂહ હેઠળ 34 સ્વયંસેવક કેડેટ્સ, 03 ANO અને 05 કાયમી ઇન્સ્ટ્રક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. નવસારી, ભરૂચ અને અંકલેશ્વર શહેરને આવરી લેવામાં આવ્યા છે. આ ગ્રૂપ હેઠળ 03 NCC યુનિટ્સ નાગરિક વહીવટીતંત્રને મદદ માટે સામેલ છે.
અમદાવાદ ગ્રૂપ: અમદાવાદ ગ્રૂપ હેઠળ 145 સ્વયંસેવક કેડેટ્સ, 02 GCI, 13 ANO અને 23 કાયમી ઇન્સ્ટ્રક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગાંધીનગર તેમજ બનાસકાઠાને આવરી લેવામાં આવ્યા છે. આ ગ્રૂપ હેઠળ 06 યુનિટના કેડેટ્સ NCC યોગદાન કવાયતમાં સામેલ છે.
ગુજરાતના NCC ડાયરેક્ટોરેટના તમામ કર્મચારીઓ નાગરિક વહીવટીતંત્રને મદદ કરેલા તમામ પ્રયાસોની દરેક સ્તરે અને ફોરમમાં પ્રશંસા થઇ રહી છે.