સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યૂલર બાયોલોજી (CCMB) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક એન્ડ ઇન્ટીગ્રેડેટ બાયોલોજી (IGIB) બાદ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રીસર્ચ (CSIR) દ્વારા નોવલ કોરોના વાયરસના સંપૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચંદીગઢ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ માઇક્રોબાયલ ટેકેનોલોજી (IMTech)એ વાયરસના મોટાપાયે જીનોમ સિક્વન્સિંગ (શ્રૃંખલા બનાવવાનું) કાર્ય હાથ ધર્યું છે.
આ વાયરસ આ પ્રકારના અન્ય સુક્ષ્માણુંઓની તુલના ખૂબ જ વધારે પરિવર્તનશીલતા દર ધરાવે છે અને તેની જીનીનિક સામગ્રી ઝડપથી બદલાઇ જાય છે આથી તે ઝડપથી પ્રતિકૃતિ તૈયાર કરે છે. IMTechના નિદેશક ડૉ. સંજીવ ખોસલાએ ઇન્ડિયા સાયન્સ વાયર ખાતે બોલતી વખતે જણાવ્યું હતું કે, “આ જીનોમ સિક્વન્સિંગ નમૂના આંતરરાષ્ટ્રીય માન્ય સંગ્રાહક પાસે જમા કરાવવામાં આવશે.” જીનોમ સિક્વન્સની સંપૂર્ણ માહિતીથી સંશોધકોને વાયરસના અંગોની આંતરિક બાબતો, ભારતમાં ફરી રહેલી અલગ અલગ પ્રજાતિઓને સમજવાનું સામર્થ્ય મળશે અને આપણા દેશમાં આટલા મોટા પ્રમાણમાં તે કેવી રીતે ફેલાયો એ પણ જાણી શકશે. ડૉ. ખોસલાએ જણાવ્યું હતું કે, “આ સિક્વન્સિંગમાંથી પ્રાપ્ત થયેલા જીનોમિક સંસાધનોની મદદથી કોવિડ-19ના નિદાન અને દવા માટે નવા લક્ષ્યો ઓળખી શકાશે.”
સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ ચોક્કસ સજીવના જીનોમની સંપૂર્ણ DNA સિક્વન્સ (શ્રૃંખલા) નક્કી કરવા માટે થાય છે. CSIR-IMTech માઇક્રોબાયલ અને જીનોમિક સંશોધન માટે વિખ્યાત છે જે હવે તબીબી નમૂનાઓમાંથી અલગ તારવવામાં આવેલા SARS-Cov-2 RNA જીનોમનું સિક્વન્સિંગ કરશે.
WHO દ્વારા જીનોમ શ્રૃંખલા શેર કરતા દેશો માટે 2008માં સાર્વજનિક મંચ ગ્લોબલ ઇનિશિએટીવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લુએન્ઝા ડેટા (GISAID)ની શરૂઆત કરવામાં આવી હતી તેના માટે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 9000 નમૂનાનું સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે. આ જીનોમિક સંસાધનો આ સિક્વન્સિંગમાંથી મેળવવામાં આવ્યા છે તેના પણ કોવિડ-19ના નિદાન અને દવા માટે નવા લક્ષ્યો ઓળખી શકાશે.
CSIR-IMTechના નિદેશક ડૉ. સંજીવ ખોસલાએ જણાવ્યું હતું કે, “અમે નમૂનાઓનું તબીબી પરીક્ષણ પહેલાંથી જ શરૂ કરી દીધું છે અને હવે વાઇરસ પ્રજાતિઓની સિક્વન્સ તૈયાર કરવાના આ મિશનની શરૂઆત કરીને, અમે વૈશ્વિક મહામારી ફેલાવનારા આ વાયરસની પ્રકૃતિ વધુ સારી રીતે સમજી શકીશું.” CSIR-IMTech તેના અનુભવનો ઉપયોગ આગળ વધારી શકાય તે રીતે અને વાસ્તવિક સમયમાં કરશે અને ભારતમાં SARS-Cov-2ની પ્રજાતિઓમાં રાસાયણિક સુધારાનો અભ્યાસ કરવા માટે જીનોમ સિક્વન્સિંગનો માર્ગ બતાવશે.