ADVERTISEMENT
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ RBI દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ પગલાંથી નાણાંની પ્રવાહિતા વધશે અને ધિરાણ પૂરવઠામાં સુધારો આવશે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “આજે @RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી નાણાંની પ્રવાહિતામાં ખૂબ જ વધારો થશે અને ધિરાણ પૂરવઠો સુધરશે. આ પગલાં આપણા નાનાં ઉદ્યોગો, MSME, ખેડૂતો અને ગરીબોને મદદરૂપ થશે. તેનાથી WMA મર્યાદાઓ વધારીને તમામ રાજ્યોને પણ મદદ થશે.”