ADVERTISEMENT
લીલુડા પાને પાને આનંદ વર્તાય,તાજા તાજા ફુલડા મલકાય,
જુઓને કેવો શરમાય આ કેસુડો…!!!
રાતુડા કેસરિયા દેખાય,જોતાની હારે મારુ હૈડુ હરખાય
જુઓને કેવો રંગાય આ કેસુડો…!!!
ડાળે ડાળે કોયલ મોર ટહુકાય,વસંત ને વ્હાલ થી વધાવાય
જુઓને કેવો ચુંટાય આ કેસુડો…!!!
કળીએ કળીઓ ખુશ થાય,મંદ મંદ પવન મહેકાય
જુઓને “યુવા કવિથી” કેવો વર્ણાઈ જાય આ કેસુડો…!!!!
-મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)