ADVERTISEMENT
તારા વીંધેલા શબ્દોને ગઝલમાં મુકું છું,
દર્દથી ડૂબેલા દિલને શરમમાં મુકું છું.
ઝાકળમાં પોઢેલી પમરાટને કહો કોઈ,
વીતી ગયેલા પવનની અસરમાં મુકું છું.
લિપ્સાની અવધીને કોણ માપી શક્યું છે ?
તારી જોયેલી સુરતને નજરમાં મુકું છું.
સુતેલી ક્ષિપાને કોઈ જગાડી ગયું હશે !
એ તારી વીતેલી યાદોને ગહનમાં મુકું છું.
પાષણના શબ્દો પણ તૂટવા લાગ્યા “મયંદ”
જ્યારે મારા લખેલા શબ્દોને વચનમાં મુકું છું…!
– દિલીપસિંહ ગોહિલ (મયંદ)