પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગાઉ કરતાં ઘણાં મજબૂત અને વધારે ગાઢ છે.
અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અમેરિકાના કોવિડ-19 સામેના સંઘર્ષમાં હાઇડ્રોક્સિક્લોરોક્વાઇનનો પુરવઠો પૂરો પાડવાના ભારતનાં નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યા પછી શ્રી મોદીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.
અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખને જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવા સમયે જ મિત્રો એકબીજાની નજીક આવે છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગાઉ કરતાં વધારે મજબૂત બન્યાં છે. ભારત માનવજાતની મદદ કરવા શક્ય તમામ પ્રયાસો કરશે.”