કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ગઈ કાલે સાંજે વીડિયો કોન્ફરન્સીંગ મારફતે એક બેઠક યોજી હતી. કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી, સચિવ (કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ), શ્રી સંજય અગરવાલ, વિશેષ સચિવો, અધિક સચિવ (કૃષિ) અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે યોજાયેલા પરામર્ષમાં ભાગ લીધો હતો.
ખેતીની કામગીરી અને પાક લેવા બાબતે, ખેત બજાર તથા મંડીઓનુ સંચાલન, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ખેતી માટે જરૂર, બિયારણ ફર્ટિલાઈઝર વગેરે સાધનોની જોગવાઈઓ તથા માલ પરિવહન સાથે સંકળાયેલા મુદ્દા તેમજ ખેત પેદાશો તથા બાગાયતી પેદાશોની હેરફેર સંબંધિત મહત્વના મુદ્દાઓની રાજ્યોના કૃષિ મંત્રીઓ, ખેત બજાર સમિતિઓ, રાજય સરકારોના સચિવો તથા રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સાથે ચર્ચા કરવામાં આવી હતી.
કોરોના વાયરસ મહામારીને કારણે ઉભી થયેલી પડકારયુક્ત પરિસ્થિતિમાં પણ કેન્દ્રના મંત્રીશ્રીએ ખેતીની કામગીરીઓ હાથ ધરી શકાય તે માટે રાજ્યોએ બજાવેલી સક્રિય કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે લૉકડાઉન દરમિયાન ખેતી અંગેની તથા સંલગ્ન ક્ષેત્રોની કામગીરીઓ હાથ ધરી શકાય તે માટે મંત્રાલયે લીધેલાં પગલાં અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે પાક લેવાની તથા વાવેતરની કામગીરી ચાલી રહી છે ત્યારે ભારત સરકારે ખેતી અંગેની કામગીરીઓ સુગમતાથી થઈ શકે તે માટે અપાયેલી મુક્તિ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. રાજ્યોને ફરી એક વાર અપાયેલી મુક્તિ અંગે જાણ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.
- લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી સહિત ખેત પેદાશોની કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓ ખેડૂતો અને ખેત કામદારો દ્વારા ખેતરમાં કરવામાં આવતી ખેત પ્રવૃત્તિ
- ખેત પેદાશ બજાર સમિતિ મારફતે સંચાલિત અથવા તો રાજ્ય સરકારોએ નોટિફાય કરવામાં આવેલી મંડીઓ
- મંડીઓમાં રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના વહિવટી તંત્રએ ખેડૂતો થવા તેમનાં જૂથો, એફપીઓ, સહકારી વ્યવસ્થાઓ વગેરે સાથે ડાયરેકટ માર્કેટીંગની કરેલી વ્યવસ્થાનો વગેરેનો સમાવેશ થશે.
- બિયારણ, ફર્ટિલાઈઝર અને જંતુનાશકોની દુકાનો
- બિયારણ, ફર્ટિલાઈઝર અને જંતુનાશકોનુ ઉત્પાદન અને પેકેજીંગ કરતાં એકમો
- ખેતીની યંત્ર સામગ્રી ભાડે આપતાં કસ્ટમ હાયરીંગ સેન્ટર્સ
- ખેતરમા લીધેલા પાકની તથા વાવણી માટે વપરાતાં કમ્બાઈન્ડ હાર્વેસ્ટર્સ, અને તેના જેવી અન્ય કૃષિ તથા બાગાયત માટે વપરાતી યંત્ર સામગ્રી અને ઉપકરણોની રાજ્યની અંદર અથવા તો બીજા રાજ્યમાં કરાતી હેરફેર
- કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગ સર્વિસીસ
- ખાદ્યાન્ન વસ્તુઓની પેકેજીંગ સામગ્રીનુ ઉત્પાદન કરતાં એકમો
- આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર
- ખેત મશિનરીની અને તેના સ્પેરપાર્ટસની દુકાનો (તેની સપ્લાય ચેઈન સહિત) તથા તેના રિપેરિંગની દુકાનો
- પ્લાન્ટેશન સહિતનો ચા ઉદ્યોગ મહત્તમ 50 ટકા કામદારો સાથે કામગીરી શરૂ રાખી શકાય
એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ અને રાજ્ય સરકારોની નીચેની બાબતે માહિતગાર કરવા વિનંતિ કરવામાં આવી હતી.
- ફીલ્ડમાં કામ કરીત એજન્સીઓને એ બાબતે જાણ કરવી કે વાવણી, પાક લેવાની કામગીરી અને વેચાણ સહિતની ખેતીની કામગીરી સરળતાથી ચાલે તે માટે ફિલ્ડમાં કામ કરતી એજન્સીઓને સંવેદનશીલ બનાવવી
- જે કામગીરીઓને મુક્તિ આપવામાં આવી છે તેવી કામગીરીઓ સાથે સંકળાયેલા સ્ટાફ, શ્રમીકો, માલ સામાન, યંત્રો, સામગ્રી તથા તેની સાથે સંકળાયેલી એજન્સીઓને પરવાનગી આપવામાં ઝડપ દાખવવામાં આવે તેની ખાતરી રાખવી
- આવશ્યક ચીજોની દેશવ્યાપી સપ્લાય ચેઈન ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓ તેમની સપ્લાય ચેઈન જાળવી શકે તે માટે અધિકાર પત્રો આપવા તથા તેમના મહત્વના સ્ટાફની અને કામદારોની આવન જાવન આસાન બને તે માટે પ્રાદેશિક પાસ આપવા
- આ બધી પ્રવૃત્તિઓ હાથ ધરતી વખતે સામાજિક અંતરનાં ધોરણોનુ પાલન થતુ રહે તથા તમામ જાહેર સ્થળોએ યોગ્ય સ્વચ્છતા તથા સફાઈ જળવાઈ રહેવી જોઈએ
કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારોને ખાતરી આપી હતી કે આ ગાળા દરમિયાન તેમને તમામ જરૂરી સહાય તેમજ ટેકો પૂરો પાડવામાં આવશે કે જેથી તેઓ પડકારોનો સામનો કરી શકે.
રાજ્યોના કૃષિ મંત્રીઓએ કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાએ હાથ ધરેલા પ્રયાસોની તથા પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ખેતીની કામગીરીઓ માટે જે મુક્તિ આપવામાં આવી છે તેને કારણે રાજ્યોમાં ખેતી અને ખેત કામગીરીઓને ખૂબ જ સહાય થશે. તેમણે રાજ્યોમાં હાથ ધરાનાર ખતી ને ખેતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વચ્છતા તથા સફાઈ તેમજ સામાજિક અંતરના નિયમોની જાળવણીની ખાતરી આપી હતી.
રાજયના પ્રધાનોને એવી માહિતી પણ આપવામાં આવી હતી કે ખેડૂતના સોર્સ પોઈન્ટથી તેમજ ફાર્મ પ્રોડ્યુસ સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ ઈ-ટ્રેડીંગ કરી શકે તે માટે મંત્રાલયે ઈ-નામ મોડ્યુલ્સ બહાર પાડયાં છે. રાજ્ય સરકારો તેને અમલી બનાવવા જરૂરી સૂચનાઓ આપશે તો ખેડૂતોને તેમના ઘર આંગણેથી કેત પેદાશો વેચવામાં સુગમતા રહેશે. વપરાશનાં કેન્દ્રો ઉપર ખેત પેદાશોની ઉપલબ્ધી જળવાઈ રહેશે અને મંડીઓમાં થતી ભીડમાં ઘટાડો થશે. સમાન પ્રકારે વાવણી અને પાક લણવા અંગેની યંત્ર સામગ્રીની હેરફેર રાજ્યનિ અંદર તથા એકથી બીજા રાજ્યમાં સરળતાથી થઈ શકે તે માટે કમ્બાઈન્ડ હાર્વેસ્ટર તથા ખેતી તથા બાગાયતનાં અન્ય ઉપકરણોની હેરફેરમાં સુગમતા થાય તેવાં પગલાં લેવાં કે જેથી તમામ રાજયોને તેનો લાભ મળી શકે.
આ ચર્ચા દરમિયાન પાક લણણી તેમજ ખરીદી બાબતે, ખેતીમાં વપરાતાં ફર્ટિલાઈઝર, બીયારણ અને જંતુનાશકો જેવાં ઈનપુટ તેમજ ધિરાણ, વીમો અને આંતરરાજ્ય હેરફેર સંબંધી વિવિધ મુદ્દા ઉઠાવાયા હતા ને તેની ચર્ચા પણ થઈ હતી. કેટલીક બાબતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અને રાજ્યોને સૂચનાઓ પાઠવી દેવામાં આવી હતી. અન્ય મુદ્દાઓ કે જેના અંગે ચર્ચા કરવી જરૂરી હતી તેની નોંધ કરવામાં આવી હતી અને તે બાબતે ધ્યાન આપીને યોગ્ય સમયે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ માહિતી આપી હતી કે તા. 16 એપ્રિલના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખરીફ નેશનલ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવશે, જેથી આગામી ખરીફ સિઝન અંગેની કામગીરીઓ મજબૂતીથી હાથ ધરી શકાય. રાજ્ય સરકારોને આ માટે તમામ લોજીસ્ટીક વ્યવસ્થાઓની આગોતરી તૈયારી કરવા અને કોન્ફરન્સ માટે સજજ બનવા જણાવવામાં આવ્યું છે. તેમણે આરોગ્યસેતુ એપ્પલીકેશનની ઉપયોગીતા અંગે વાત કરી હતી અને રાજ્યોના ખેડૂતો તથા અન્ય વસતીમાં આ એપ્લીકેશન લોકપ્રિય બનાવવા જણાવ્યું હતું. ફરી એક વાર તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ખેતીની તમામ પ્રવૃત્તિઓમાં સામાજિક અંતર તથા સ્વચ્છતાનુ પાલન કરવામાં આવે.